હેલ્ધી ચિક્કી

Wednesday 06th January 2016 04:23 EST
 
 

સામગ્રીઃ ૧/૪ કપ સિંગદાણા - શેકેલા • અડધો કપ બદામ • ૧/૪ કપ પિસ્તા • ૧/૪ કપ કાજુ • ૧/૩ કપ તલ (સફેદ-કાળા) - શેકેલા • ૨ ટેબલસ્પૂન અળશી (ફ્લેક્સ સીડ્સ) - શેકેલી • ૨ ટેબલસ્પૂન સનફ્લાવર સીડ્સ - શેકેલાં • દોઢ કપ ગોળ • ૧/૨ ટીસ્પૂન એલચીનો • ચપટી મીઠું • પાઉડર (વેનિલા)

રીતઃ એક પેનમાં સિંગદાણાને શેકીને ફોતરાં કાઢી લેવાં. કાજુ, બદામ, પિસ્તાને વારાફરતી શેકી લેવાં. નોનસ્ટિક પેન અથવા જાડા તળિયાવાળા વાસણમાં ૧/૪ કપ પાણી ઉમેરી એમાં સમારેલો ગોળ ઉમેરી એનો પાયો બનાવવો. આ પાયામાં તલ, સનફ્લાવર સીડ્સ, સિંગદાણા તેમ જ બધા નટ્સ ઉમેરીને બરાબર મિક્સ કરો. અગાઉથી ડસ્ટ કરેલી ટ્રેમાં અથવા તો પ્લેટફોર્મ પર આ પાકને પાથરો અને મનગમતા શેપમાં કાપા કરી લો. ચિક્કી ઠંડી પડે ત્યારે કટ કરીને ડબ્બામાં ભરી લો. ડબ્બામાં ભરતી વચ્ચે ચિક્કી વચ્ચે બટરપેપર મૂકશો તો તે ચોંટશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter