હૈદરાબાદી પનીર-આલુ કુલ્ચા

Saturday 23rd September 2017 08:25 EDT
 
 

સામગ્રીઃ પા કપ છીણેલું પનીર • અડધો કપ બાફેલા અને મસળેલા બટાકા • એક ઝીણી સમારેલી ડુંગળી • પા કપ ઝીણી સમારેલી કોથમીર • ૨ ચમચી ઝીણા સમારેલા ફૂદીનાનાં પાન • ૨ ચમચી ઝીણા સમારેલા લીલા મરચા • અડધી ચમચી આદુનું પેસ્ટ • અડધી ચમચી જીરૂં પાવડર • એક ચમચી લીંબુનો રસ • મીઠું સ્વાદ પ્રમાણે • ઘી - કુલ્ચા શેકવા માટે

લોટ બાંધવા માટેઃ ૧ કપ મેંદો, ૧ ચપટી ખાંડ, ૫ ચમચી દૂધ, ૧ ચમચી તેલ, મીઠું સ્વાદ પ્રમાણે

રીતઃ એક બાઉલમાં લોટ બાંધવા માટેની તમામ વસ્તુઓ ભેગી કરીને નરમ લોટ બાંધો અને ૨૦ મિનિટ સુધી તેને રહેવા દો. સ્ટફીંગ તૈયાર કરવા માટે પેનમાં ઘી લો. તેમાં આદુની પેસ્ટ, જીરું પાઉડર, સમારેલી ડુંગળી, બાફેલા સમારેલા બટાકા, સમારેલી ડુંગળી, છીણેલું પનીર, ફુદીનો, લીલા ધાણા નાંખીને તેમાં મીઠું, લીંબુનો રસ નાંખીને મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો. તેને ઠંડુ કરવા મૂકો. આ પછી બાંધેલા લોટના નાના લુઆ કરીને પરોઠાં વણો. તેમાં આ સ્ટફિંગ ભરીને પરોઠા વણીને ઘીમાં શેકી લો. ટોમેટો કેચપ અથવા તો લીલી ચટણી સાથે સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter