સંગીત સાંભળતાં ડ્રાઈવિંગ જોખમી

Wednesday 19th July 2017 07:06 EDT
 
 

લંડનઃ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સંગીત લાભકારી અવશ્ય છે પરંતુ, ડ્રાઇવિંગ કરતી વેળાએ સંગીત સાંભળવાથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અવરોધાય છે. સ્પીકર પરથી આવતા અવાજને સાંભળતી વખતે થતી માનસિક પ્રવૃત્તિનો અભ્યાસ કરીને વિઞ્જાનીઓ આ તારણ પર પહોંચ્યા છે. સંશોધકોનું કહેવું છે કે સ્પીકર પર સંગીત સાંભળતાં સાંભળતા ડ્રાઇવિંગ કરાય ત્યારે અન્યત્ર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે સર્જાતા માનસિક દબાણ જેવી સ્થિતિ સર્જાતી હોય છે. અને વ્યક્તિ તત્કાળ નિર્ણય લઈને ત્વરિત પ્રતિક્રિયા આપી શકતો નથી.

યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોના જણાવ્યા મુજબ સંગીત પરથી ધ્યાન દૂર કરીને દૃષ્ટિ તરફ ધ્યાન કેન્દ્રિત કરતી વખતે મગજને ઘણુ કામ કરવું પડતું હોય છે અને મગજ દબાણમાં આવી જાય છે. સંગીત સાંભળતાં સાંભળતાં વાહન હંકારતી વખતે મગજ દૃષ્ટિ અને કાન એમ બે સાથે સંકળાયેલું રહે છે. તેને અચાનક સંગીતથી દૂર કરીને માત્ર દૃષ્ટિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સમય લાગે છે. બંને સમયની માનસિક પ્રક્રિયા પણ અલગ અલગ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter