મધરાત્રે ઊંઘ ઊડી જવી કે ઊંઘ ન આવવાની સમસ્યા આજે ઝડપથી વધી રહી છે. ઘણા લોકો આ સમસ્યાને સામાન્ય ગણીને નકારી કાઢે છે અને એવું વિચારે છે કે તે ફક્ત તણાવ કે થાકના લીધે થાય છે. જોકે, ઊંઘની સમસ્યાઓ એક મોટો સ્વાસ્થ્ય પડકાર છે. જો તેના કારણો શોધવામાં ન આવે અને તાત્કાલિક સારવાર ન થાય આવે તો તે ગંભીર બીમારીઓ નોતરી શકે છે.
અનિદ્રા એક સમસ્યા છે પણ વારંવાર ઊંઘ ઊડી જવી એ વધુ ગંભીર છે. ઘણા લોકો માને છે કે તેની ઊંઘ તણાવ કે ચિંતાને કારણે ઊડી જાય છે પરંતુ ઘણીવાર આમ થવા પાછળ શારીરિક કારણો હોય છે. મોટી સંખ્યામાં લોકોના નાકમાં કોઈ નાની-મોટી સમસ્યા હોય છે. આ બ્લોકેજને કારણે એલર્જી, સાઈનસની સમસ્યાઓ કે પછી નાકના વાંકા હાડકાને કારણે થઈ શકે છે. જો નાક પૂરેપૂરું ખુલ્લું ખુલ્લું ન હોય તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેની અસર ઊંઘ પર થાય છે પરિણામે વારંવાર ઊંઘ ઊડી જાય છે.
ઘણીવાર લોકો આ સમસ્યાને સમજી શકતા નથી અને નાકના ટીપાં કે સ્પ્રેનો ઉપયોગ કરે છે. આનાથી કામચલાઉ રાહત મળે પણ તેના મૂળ કારણની સારવાર થતી નથી. જો નાક લાંબા સમય સુધી બંધ રહે છે કે તમને વારંવાર શરદી થાય છે તો યોગ્ય નિદાન કરાવવું જરૂરી છે.
સ્લીપ એપનિયા એ ઊંઘ તૂટવાનું મુખ્ય કારણ છે. એક અભ્યાસ મુજબ લગભગ 32.5 ટકા લોકોમાં મધ્યમથી ગંભીર સ્લીપ એપનિયાની બીમારી હોય છે. આ સ્થિતિમાં સૂતી વખતે વ્યક્તિનો શ્વાસ કલાક્માં 15 વખતથી પણ વધુ અવરોધાઈ શકે છે. મતલબ કે શ્વાસ લગભગ દર ચાર મિનિટે એક વખત 10 સેકન્ડથી વધુ સમય માટે રોકાઈ જાય છે જેના કારણે શરીરમાં ઓક્સિજન ઘટે છે. લાંબા સમય આમ થવાથી હૃદય રોગ, હાઈ બીપી અને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.
સ્લીપ એપનિયા અને ઊંઘ તૂટવા માટેના ઘણા કારણો છે. જેમાં સ્થૂળતામાં વધારો, ખાવાની આદતો, મોડી રાત સુધી જાગવું, કામનો તણાવ અને લાંબી મુસાફરી શામેલ છે. કેટલાક લોકોમાં અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. પ્રોસ્ટેટ સમસ્યાઓ કે એસિડિટીને કારણે ઘણા પુરુષો રાત્રે વારંવાર જાગી જાય છે, જેનાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે.
નાક અને ગળાની રચના સંબંધિત સમસ્યાઓ પણ સ્લીપ એપનિયાનું કારણ બની શકે છે. જો નાકના હાડકાં વાંકાચૂકા હોય કે આંતરિક રચનામાં સમસ્યા હોય, તો તેને ફક્ત દવાથી મટાડી શકાતી નથી અને ઘણા કિસ્સાઓમાં સર્જરી પણ કરવી પડે છે.
સ્લીપ એપનિયા અત્યંત ખતરનાક છે. દિવસે આવતી વધુ પડતી ઊંઘને કારણે માર્ગ અકસ્માતોથી લઈને છૂટાછેડા અને ગર્ભાવસ્થાની ગૂંચવણો સુધી તે ઘણી સમસ્યાઓનું પેદા કરે છે. તેથી જરૂરી દરેક વીમામાં તમામ પ્રકારની સ્લીપ એપનિયા સર્જરીનો સમાવેશ થાય છે. સદનસીબે આજે મોટાભાગની નાક અને સાઈનસ સર્જરી એન્ડોસ્કોપિક જેવા અત્યાધુનિક સાધનો અને ટેક્નોલોજી વડે કરાય છે જેનાથી દર્દીને ઓછી તકલીફ થાય છે.
ઊંઘ સંબંધિત સમસ્યાઓને વહેલા ઓળખવી અને સારવાર કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સમસ્યાને વર્ષો સુધી મુલતવી રાખે છે અને જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે જ સારવાર કરાવે છે. 60-70 વર્ષની ઉંમરે શરીરમાં અન્ય રોગો પણ હોય છે, જે શસ્ત્રક્રિયા કે સારવારને પ્રમાણમાં જટિલ બનાવે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણે ઊંઘને એટલું જ મહત્ત્વ આપવું જોઈએ જેટલું આપણે ખોરાક અને કામને આપીએ છીએ.


