ચાવી ક્યાં રાખી? આજે કયો વાર છે? આવી મૂંઝવણ ક્યારેક થાય તો ઠીક છે, પરંતુ કોઇને આવી સામાન્ય વાતો પણ યાદ રાખવામાં દરરોજ મુશ્કેલી થાય, સમય-સ્થળનો અંદાજ ન થાય તો તે અલ્ઝાઈમરની શરૂઆત હોય શકે છે. આ મગજને ધીરે ધીરે બગડતી બીમારી છે. યાદશક્તિ, વિચારવાની અને દરરોજ કામ કરવાની ક્ષમતા ઓછી થવા લાગે છે.
અલ્ઝાઇમર એસોસિએશન અનુસાર માત્ર ભારતમાં જ 40 લાખ લોકો ડિમેન્શિયા સામે ઝઝુમી રહ્યા છે, અને વિશ્વભરમાં તો આ આંકડો કરોડોમાં પહોંચે છે. એક્સપર્ટ ડોક્ટર બેરી રીસબર્ગ તેને 7 સ્ટેજમાં વિભાજિત કરે છે, તેમણે 1982માં તેના માટે એક ખાસ ગ્લોબલ ડિટેરિયોરેશન સ્કેલ બનાવી હતી. આજે પણ ડોક્ટર તેના આધારે જ બીમારીને સમજે છે. જો સમયસર ઓળખ થાય તો દવા, કાઉન્સિલિંગ અને દિનચર્યાથી આ બીમારીના આગળ વધવાની ગતિ ઘટાડી શકાય છે.
ચાલો, આજે આપણે અલ્ઝાઈમરના 7 સ્ટેજ વિશે જાણીએ અને જો આ લક્ષણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો.
અલ્ઝાઇમરના 7 સ્ટેજ... તમારે ક્યારે સતર્ક થવું જોઇએ?
1) કોઈ લક્ષણ નહીં: વ્યક્તિ સંપૂર્ણપણે સામાન્ય લાગે છે, પરંતુ મગજમાં ફેરફાર શરૂ થાય છે. તે માત્ર સ્કેન કે ટેસ્ટથી જાણવા મળે છે. યાદશક્તિની કોઈ સમસ્યા દેખાતી નથી.
2) હળવી ભૂલવાની આદતઃ જો કોઈ વારંવાર એક જ સવાલ પૂછે અથવા દૈનિક કામ ભૂલવા લાગે, તો તે શરૂઆતની ચેતવણી હોય શકે છે.
3) ચહેરા ભૂલાઇ જવા: શબ્દ યાદ કરવામાં મુશ્કેલી આવે છે. નવા નામ અને ચહેરા ભૂલાવા લાગે છે. તો સમજો કે હવે લક્ષણ સ્પષ્ટ નજરે પડે છે. આ સ્ટેજમાં ડોક્ટરને મળવું જરૂરી હોય છે.
4) મગજની નબળાઈ વધવી: વ્યક્તિને નબળાઇ અનુભવાય છે. આ સ્ટેજ કામકાજને પ્રભાવિત કરવા લાગે છે.
5) મદદની જરૂર: વ્યક્તિને રસોઈ બનાવવામાં, કપડાં પહેરવામાં મદદ જોઇએ છે. તે દિવસ, વર્ષ અથવા તે ક્યા સ્થળે હાજર છે તે ભૂલવા લાગે છે. આ સ્ટેજમાં દર્દી એકલો રહી શકતો નથી.
6) ગુસ્સો વધવો: આ સ્ટેજમાં મૂડ સ્વિંગ અને ગુસ્સો વધવા લાગે છે. દર્દીનું માનસિક અને શારીરિક નિયંત્રણ ઘટવા લાગે છે.
7) પૂરી દેખરેખ જરૂરી: દર્દી ચાલવામાં, બોલવામાં અને રસોઇ કરવામાં બિલકુલ અસમર્થ થઇ જાય છે. શરીર અને મગજનો સંપર્ક તૂટી જાય છે. તે સંપૂર્ણપણે બીજા પર નિર્ભર થઈ જાય છે.
અલ્ઝાઈમરનો ખતરો કોને વધારે?
કઈ રીતે બચી શકો છો?
ઉંમરના વધવાની સાથે અલ્ઝાઈમરનો ખતરો પણ ધીમે ધીમે વધતો હોય છે. ખાસ કરીને 60 વર્ષ બાદ અલ્ઝાઈમરના આગમનનું જોખમ વધુ હોય છે. પારિવારિક ઇતિહાસ, મગજને ઇજા, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસ અથવા ધુમ્રપાનને કારણે પણ આ બીમારી આવી શકે છે. આથી આવા સંજોગોમાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે. આ બીમારીને ઉગતી જ ડામવા અને જો બીમારી આવી જ ગઇ હોત તો તેના નિવારણ માટે મગજની કસરત જરૂરી છે. જેમ કે, શતરંજ રમો, નવી વસ્તુ શીખો કે મગજ કસવું પડે તેવું કામ કરો. દરરોજ ચાલવું, યોગ, સંતુલિત આહાર, ભરપૂર ઊંઘ અને નિયમિત હેલ્થ ચેકઅપ જરૂરી છે.


