શું તમે ક્યારેય કલ્પના પણ કરી છે કે જે મોબાઇલને તમે દિવસમાં સો વખત સ્પર્શ કરો છો તે ટોયલેટ સીટ કરતાં પણ વધુ ગંદો હોઈ શકે છે? અથવા જે ઓશીકા પર તમે સૂઈ જાઓ છો તેમાં 16 લાખ જેટલા બેક્ટેરિયા હોઈ શકે છે? તાજેતરના રિસર્ચ અને હેલ્થ ઓડિટ દર્શાવે છે કે દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેમ કે કિચન સ્પંજ, ટૂથબ્રશ, રિમોટ અને બાળકોના રમકડાં જંતુઓનો ગઢ બની ગયા છે. આ ચીજવસ્તુઓ ફક્ત બેક્ટેરિયલ ચેપ જ નહીં પરંતુ ફંગલ એલર્જી, ફૂડ પોઇઝનિંગ અને સ્કિન રોગ પણ ફેલાવી શકે છે. જાણો 8 ઘરગથ્થુ વસ્તુઓ વિશે જેમાં લાખો જંતુઓ છુપાયેલા છે...
કિચન સ્પંજ: ટોયલેટ સીટ કરતા બે લાખ ગણા વધુ બેક્ટેરિયા હોય છે
યુએસના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (એનએસએફ) અનુસાર એક ચોરસ ઈંચના સ્પંજમાં 10 કરોડ બેક્ટેરિયા હોય છે. આ ટોઇલેટ સીટ કરતા બે ગણા વધારે છે. સ્પંજ ભેજ અને ગરમીનું આદર્શ વાતાવરણ પૂરું પાડે છે જ્યાં બેક્ટેરિયા ઝડપથી વધે છે.
દરવાજાની સ્ટોપરઃ દરેકના હાથમાં જંતુઓ ફેલાય, તાવનું કારણ બને છે
ઘરમાંથી આવતા કે બહાર નીકળતા દરેક વ્યક્તિનો પહેલો સંપર્ક દરવાજાના હેન્ડલ સાથે થાય છે. તેના પર સાલ્મોનેલા અને ઇકોલાઈ જેવા બેક્ટેરિયા રહે છે, જે તાવ અને પેટમાં દુખાવાનું કારણ છે.
ફોન: જેમાં જોવા મળતા બેક્ટેરિયા પેટના રોગોનું મુખ્ય કારણ
લંડન સ્કૂલ ઓફ હાઇજીનના એક રિપોર્ટ પ્રમાણે એક સામાન્ય મોબાઇલ ફોનમાં ટોયલેટ સીટ કરતા 10 ગણા વધુ બેક્ટેરિયા હોઈ શકે છે! ફોનમાં જોવા મળતા ઈકોલાઈ જેવા બેક્ટેરિયા પેટના રોગોનું કારણ બની શકે છે.
રમકડાં: પ્લાસ્ટિક-રબરના રમકડાંમાં બેક્ટેરિયા મહિનાઓ સુધી જીવંત રહે
પ્લાસ્ટિક અને રબરના રમકડાંમાં બેક્ટેરિયા મહિનાઓ સુધી જીવંત રહે છે. વાસ્તવમાં બાળકોને રમકડાં મોંઢામાં નાખવાની આદત હોય છે. જેનાથી ચેપનું જોખમ અનેકગણું વધી જાય છે.
ઓશીકું: જેના બેક્ટેરિયા શ્વાસ અને અસ્થમાના રોગો માટે જવાબદાર
બ્રિટિશ એલર્જી ફાઉન્ડેશન અનુસાર સરેરાશ એક ઓશિકામાં 10 લાખથી 16 લાખ સુધી બેક્ટેરિયા હોય છે. તેમાં એસ્પરજિલસ જેવા એલર્જનનો સમાવેશ થાય છે. આ શ્વાસના રોગ અને અસ્થમા માટે જવાબદાર છે.
ટૂથબ્રશ હોલ્ડર: 27 ટકામાં બેક્ટેરિયા, વોશરૂમમાં રાખવામાં આવે તો જોખમ
રિસર્ચમાં 27 ટકા ટૂથબ્રશ હોલ્ડરમાં સ્ટૂલ બેક્ટેરિયા જોવા મળ્યા. આ દાંતમાં સડો અને પેઢાના ચેપનું મુખ્ય સ્ત્રોત બની શકે છે, ખાસ કરીને જો ટૂથબ્રશ હોલ્ડર વોશરૂમમાં રાખવામાં આવે તો.
રિમોટઃ તેમાં જોવા મળતા બેક્ટેરિયાની સંખ્યા આઈસીયુ કરતા પણ વધારે છે
દૈનિક ઉપયોગ છતાં તે ભાગ્યે જ સાફ કરવામાં છે આવે છે. ટીવી-એસીના રિમોટમાં ટોયલેટ સીટ કરતા 15 ગણા વધુ બેક્ટેરિયા હોય છે. તેની પરના બેક્ટેરિયા આઈસીયુ કરતાં વધુ હોય છે.
શાવર હેડ: આ ફૂગનું ઘર, સ્નાન કરતી વખતે તેના છાંટા પડે છે
શાવર હેડ માઈક્રોબેક્ટેરિયમ એવિયમ જેવા બેક્ટેરિયાનું ઘર છે. સ્નાન કરતી વખતે એક પ્રકારે આનો છંટકાવ આપણા પર થાય છે. આ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે અને ફેફસાના રોગોનું મુખ્ય કારણ છે.


