યુરોપિયન એસોસિયેશન ઓફ પ્રિવેન્શન કાર્ડિયોલોજી (EAPC)ના એક રિસર્ચ અનુસાર, રિફિલેબલ અને ધુમાડો પણ નીકળતો હોય તેવી ઇ-સિગારેટના સેવનથી શરીર માટે ખૂબ નુકસાનકારક નીવડી શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે ઈ-સિગારેટ બ્લ્ડપ્રેશર અને હાર્ટ રેટમાં વધારો કરે છે. ધમનીની દીવાલોમાં પણ ફેરાફર કરીને તેને સ્થિતસ્થાપક બનાવે છે અને તેનાં આવરણને નુકસાન પહોંચાડીને રક્તવાહનીની કામગીરીને અવરોધે છે. પરિણામે લોહી ગંઠાઈ જવા જેવું જોખમ ઉભું થાય છે અને ધમનીની દીવાલોની અંદર ફેટ વધારે છે જે હાર્ટ એટેકનો ખતરો સર્જે છે. ઇ-સિગારેટની વરાળ ફેફસાં પર પણ નકારાત્મક અસર કરે છે અને તેનું સેવન કરનાર વ્યક્તિ ગર્ભવતી મહિલા હોય તો તે પેટમાં રહેલા ગર્ભને પણ હાનિ પહોંચાડી શકે છે.
આ રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે ઈ-સિગારેટ પણ કેન્સરનું કારણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન માને છે કે યુવાનોમાં વધતા જતા તમાકુના વપરાશને રોકવાની તાકીદે જરૂર છે. એટલું જ નહીં, ઇ-સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે મામલે પણ અવેરનેસ લાવવાની જરૂર છે. ઇ-સિગારેટનું સેવન લાંબા ગાળે ખૂબ નુકસાન છે. યુવાનોને તમાકુ અને સિગારેટનાં સેવનથી દૂર રાખવા માટે હવે વિશ્વભરના દેશોની સરકારે અવેરનેસ કેમ્પેઇન હાથ ધરવાનો સમય આવી ગયો છે.