ઓછી કેલરીયુક્ત પૌષ્ટિક ભોજનથી આયુષ્યમાં 50 ટકાનો વધારો શક્ય

Thursday 30th November 2023 08:22 EST
 
 

રોજિંદા ભોજનમાં ઓછી કેલરી ધરાવતાં પૌષ્ટિક ખોરાકનું નિયમિત સેવન તમારા આયુષ્યમાં 50 ટકાનો વધારો શકે છે. આયુષ્ય વધારતી દવાઓ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં થયેલા રિસર્ચ અનુસાર, જો કોઈ વ્યક્તિ ડાયટમાં સતત વિટામિન, મિનરલ્સ, ફેટ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન જેવા પોષક તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં આરોગે છે, પરંતુ તેમાં કેલરી ગુણવત્તા ઓછી હોય તો આયુષ્યમાં વધારો થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના પેથોલોજીના પ્રોફેસર રોય વોલફોર્ડે જણાવ્યું હતું કે, ખાણીપીણીની વસ્તુઓ મર્યાદિત કરીને આપણે આયુષ્ય વધારી શકીએ છીએ. તેમણે પ્રયોગ વખતે કેટલાક જંતુઓ, ફળની માખીઓ, ઉદરો અને શ્વાનનું આયુષ્ય લગભગ 50 ટકા વધારવામાં સફળતા મેળવી છે. આ પ્રયોગમાં તેમણે આ તમામને ઓછી કેલરી ધરાવતો મર્યાદિત ખોરાક આપ્યો હતો, પરંતુ તેમના શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ નહોતી સર્જાઈ. તેમણે મનુષ્યો પર આ પ્રયોગ કર્યો ત્યારે રોજ ખાવા માટે 1750થી 2100 કેલરી આપી. તેમાં બધાનું વજન અચાનક ઘટી ગયું, અને 8 મહિના પછી વજન સ્થિર થયું. તેઓ દુબળા-પાતળા જ રહ્યા, પણ તેમનું એનર્જી લેવલ સારું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter