કોરોના જેવાં લક્ષણો ધરાવતી હજારો સંક્રમક બીમારીઓ આગામી રોગચાળાનો સંકેત આપે છે

Friday 01st October 2021 04:52 EDT
 
 

સિંગાપોર: જો તમે માનતા હો કે કોરોના વાઇરસ પૃથ્વી ઉપરનો છેલ્લી મહામારી કે રોગચાળો છે તો એ તમારો ભ્રમ છે. તાજેતરનો એક અભ્યાસ કહે છે કે કોવિડ સાથે સંકળાયેલાં સંક્રમણોથી પણ મોટું જોખમ તોળાઇ રહ્યું છે અને દુનિયાએ આગામી સમયમાં વધુ રોગચાળા માટે કમર કસી લેવી પડશે.
રોગચાળાના ખતરા ઉપર ભાર આપતાં એક અભ્યાસ અનુસારનું તારણ કહે છે કે ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયામાં દરેક વર્ષે કોવિડ-૧૯ જેવા લક્ષણો ધરાવતી અન્ય બીમારીઓ લોકોને અસર કરશે.
કોરોના જેવાં લક્ષણો ધરાવતી હજારો સંક્રમક બીમારીઓ આગામી રોગચાળાનો સંકેત આપે છે અને આ બીમારીઓ જાનવરોથી ફેલાતા કોરોના વાઇરસના કારણે હશે.
ઇકોહેલ્થ એલાયન્સ અને સિંગાપોરની ડયૂક એનયુએસ મેડિકલ સ્કૂલના સંશોધકોએ અભ્યાસનો નિષ્કર્ષ આપતાં જણાવ્યું હતું કે દર વર્ષે જુદાં જુદાં પ્રકારનાં સરેરાશ ચાર લાખ જેવા સંક્રમણો થતાં હોય છે અને તેમાંના મોટાભાગનાની ઓળખ પણ થઇ શકતી નથી આ સંક્રમણ ભવિષ્યમાં મોટો રોગચાળો લાવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter