ખાંડ છોડો, વજન ઉઠાવો, પ્રોટીન ફૂડ જમો

Friday 02nd July 2021 07:04 EDT
 
 

હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલી પ્રતિષ્ઠિત વેબસાઇટ ‘હેલ્થલાઇન’એ વજન ઘટાડવાની એક ફોર્મ્યુલા આપી છે. તેના મતે આ ૩ પોઇન્ટની ફોર્મ્યુલાથી ભુખ ઘટે છે. વેઇટલોસ ઝડપથી થાય છે. સાથે સાથે જ તમારી મેટોબોલિક હેલ્થ સુધારે છે. આ ફોર્મ્યુલા ડાયેટથી કાર્બોહાઇડ્રેટને દૂર કરવાની સાથે જ પ્રોટીન અને શાકભાજીનું પ્રમાણ વધારવાની ભલામણ કરે છે. આવો જાણીએ શું છે આ ફોર્મ્યુલા...
સૌથી પહેલું તો ખાંડનો ઉપયોગ બંધ કરો. તેનાથી તમારી ભુખ ઘટશે. પરિણામે તમે ઓછી કેલરીનું સેવન કરશો. કાર્બ્સ છોડવાનો એક ફાયદો એ થશે કે તમારું ઇન્સ્યુલિન લેવલ પણ સંતુલન થશે.
બીજું, પ્રોટીન અને શાકભાજી ખાવ. ભોજનમાં તમારે એક પ્રોટીન ફૂડ, એક હેલ્ધી ફેટ સોર્સ અને શાકભાજી સામેલ કરવા જોઇએ. આને નિયમ બનાવો. તમે દિવસમાં ત્રણ વખત પણ જમી શકો છો. હેલ્ધી ફેટનો અર્થ છે. ઓલિવ ઓઇલ, બટર વગેરે.
ત્રીજું, વેઇટ એક્સરસાઇઝ. સપ્તાહમાં તમારે ત્રણ વખત વેઇટ એક્સરસાઇઝ કરવી જોઇએ. વેઇટ લિફ્ટિંગથી તમે કેલેરી બર્ન કરશો. વેઇટ લિફ્ટિંગ ન કરવા ઇચ્છતા હો તો જોગિંગ, વોકિંગ, રનિંગ, સાઇકલિંગ જેવા વિકલ્પો પણ છે જ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter