ડાયાબિટીસ અને માઇગ્રેનનું જોખમ વધારે છે ડિહાઇડ્રેશન

(તન-મનની સુખાકારી માટે...)

Sunday 31st May 2026 09:19 EDT
 
 

દુનિયાભરમાં સતત વધતું તાપમાન ફક્ત ગરમીથી ત્રાહિમામ નથી કરાવતું પરંતુ, આરોગ્ય માટે ગંભીર જોખમ બનતું જઈ રહ્યું છે. આકરા તાપમાનમાં શરીર ઝડપથી પાણી ગુમાવવા લાગે છે, જેને કારણે ડિહાઈડ્રેશનનું જોખમ ઝડપથી વધે છે. ઘણા તબીબી અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, ગરમી અને ડિહાઈડ્રેશન હીટ સ્ટ્રોક, કિડનીની સમસ્યા અને ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન જેવી ગંભીર પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે. આથી, ડિહાઈડ્રેશનના લક્ષણ, જોખમ અને નિવારણને સમજવું જરૂરી છે. ઓછું પાણી પીવાથી કિડની પર દબાણ વધે છે.
• લો બ્લડ પ્રેશર: પાણીની ઉણપથી લોહીનું વોલ્યુમ ઘટે છે. પરિણામે ચક્કર, નબળાઈ અને બેભાન થઈ જવાની સ્થિતિ બની શકે છે.
• યુટીઆઈઃ જો તમે પૂરતું પાણી પીતા નથી, તો શરીરમાંથી બેક્ટેરિયા બહાર નીકળી શકતા નથી અને યુરિન ટ્રેક ઈન્ફેક્શન (યુટીઆઇ)નું જોખમ વધે છે.
• ડાયાબિટીસ: શરીરમાં પાણી ઘટતાં લોહીમાં શુગરનું લેવલ વધી શકે છે. જેના લીધે હાઈપર ગ્લાઈસીમિયા - હાઈ શુગરનું જોખમ વધે છે.
• કિડની પર અસર: ઓછું પાણી પીવાથી પેશાબનો રંગ ઘાટો થાય છે. આનાથી કિડની પર દબાણ વધે છે, કિડનીમાં પથરી થવાનું જોખમ વધે છે.
• કબજિયાતઃ પાણીની ઉણપને કારણે આંતરડા અપશિષ્ટમાંથી પાણી શોષી લે છે. આનાથી પેટ સાફ થવામાં મુશ્કેલી પડે છે.
• માઈગ્રેન: જો તમને માઈગ્રેન છે, તો ડિહાઈડ્રેશન ન્યુરોલોજીકલ ટ્રિગર તરીકે કામ કરીને માઈગ્રેનના હુમલામાં વધારો કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter