આપણામાંના ઘણા લોકો દિનચર્યાનો મોટો ભાગ સ્ક્રીન પર વિતાવે છે - કોઇ જોબના ભાગરૂપે તો કોઇ સોશિયલ મીડિયા પર. જોકે વધુ પડતો સ્ક્રીન ટાઇમ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે, તેથી ડિજિટલ બ્રેક જરૂરી છે. દરરોજ માત્ર એક કલાક ડિજિટલ ડિટોક્સના 4 ફાયદાઃ
• ચિંતા-તણાવમાં 33 ટકા સુધી ઘટાડો
એક સ્ટડીમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયાનો વપરાશ 10 મિનિટ સુધી મર્યાદિત રાખવાથી 3 અઠવાડિયામાં ચિંતા અને એકલતામાં 33% ઘટાડો થયો છે.
• આંખો અને શરીરને ફાયદો
સતત સ્ક્રીન સામે રહેવાનું બને ત્યારે દર 20 મિનિટ પછી 20 સેકન્ડનો વિરામ લેવા અને 20 ફૂટ દૂર જોવાના ‘20-20-20 નિયમ’નું પાલન કરવાથી આંખો અને શરીર બન્નેને ફાયદો થાય છે.
• ઉંઘમાં સુધારો
વાદળી પ્રકાશ હોર્મોન મેલાટોનિનને અસર કરે છે, જે ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. હાર્વર્ડ હેલ્થ અનુસાર, ડિજિટલ ડિટોક્સ તમારી ઊંઘ અને તેની ક્વોલિટીમાં સુધારો કરે છે.
• જીવનમાં સુધારો
યુનિવર્સિટી ઓફ એસેક્સના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્માર્ટફોન અને લેપટોપનો ઉપયોગ મર્યાદિત રાખવાથી સ્વજનો સાથેના સંબંધો મજબૂત બને છે.


