ડિહાઇડ્રેશનથી વધશે કિડનીની બીમારીનું જોખમ...

પાણી ન પીવાથી થઇ શકે છે આ 5 બીમારીઓ

Wednesday 24th June 2026 06:30 EDT
 
 

ઘણા લોકોને કોઇ કારણ વગર ઓછું પાણી પીવાની ટેવ હોય છે, પરંતુ શું તમે એ જાણો છો કે શરીરમાં અપૂરતું પાણી અનેક બીમારીઓને નોતરે છે? ડિહાઈડ્રેશનના કારણે માઈગ્રેન, ત્વચાના રોગો અને કિડની સંબંધિત રોગો થઇ શકે છે. એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન સૂચવે છે કે જે લોકો રોજ 500 મિલીથી ઓછું પાણી પીવે છે તેમને પેશાબ ગાઢ થવાનું, કિડનીની ફિલ્ટર ક્ષમતામાં ઘટાડો થવાનું અને લાંબા ગાળાની કિડની સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

ઓછું પાણી પીવાથી થઈ શકે છે આ બીમારીઓ
• માઈગ્રેન: નેશનલ લાઈબ્રેરી ઓફ સાયન્સના એક અભ્યાસ મુજબ, ડિહાઈડ્રેશન મગજ તરફ જતી રક્તવાહિનીઓ સંકુચિત કરી શકે છે. આ મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષણ મળતા અટકાવે છે, જેના કારણે માથાનો દુખાવો, માઈગ્રેન થઈ શકે છે.
• ગટ હેલ્થ: ઈ-સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડિહાઇડ્રેશન આંતરડાની મૂવમેન્ટ ધીમી કરે છે, જેના કારણે કબજિયાત, ગેસ અને એસિડિટી થાય છે. ડિહાઇડ્રેશન ગૂડ ગટ બેક્ટેરિયાના સંતુલનને પણ ખલેલ પહોંચાડી શકે છે.
• સ્કિન ડિસઓર્ડરઃ બ્રિટિશ જર્નલ ઓફ ડર્મેટોલોજીમાં પ્રકાશિત એક અભ્યાસ સૂચવે છે કે પૂરતું પાણી ન પીવાથી ત્વચાનો ભેજ ઓછો થઈ શકે છે, જેના કારણે ત્વચા શુષ્ક, ખીલ અને અકાળ વૃદ્ધ થઈ શકે છે. ખંજવાળ, ચામડી ફાટવી, ખરજવું અને શુષ્ક ત્વચા પણ વધી શકે છે.
• કિડની સંબંધિત સમસ્યાઃ ઓછું પાણી પીવાથી પેશાબનું પ્રમાણ ઓછું થાય છે, જેના કારણે કિડનીમાં ઝેરી તત્વો જમા થઈ શકે છે. બીએસસી જર્નલ્સમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, આ કિડનીમાં પથરી, યુરિન ઇન્ફેક્શન, ક્રિએટિનાઈન સ્તરમાં વધારો થવાનું જોખમ છે.
• ડાયાબિટીસ: ખૂબ ઓછું પાણી પીવાથી બ્લડ સુગર ઘટી શકે છે, ઇન્સ્યુલિનની અસરકારકતા ઘટી શકે છે. આનાથી બ્લડ સુગરમાં અચાનક વધઘટ થઈ શકે છે અને યુરિન ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. ડિહાઇડ્રેશનથી ગ્લુકોઝ ટોલરન્સ પર નકારાત્મક અસર પડે છે.

ડિહાઇડ્રેશનના પ્રાથમિક લક્ષણો ક્યા?

ડિહાઈડ્રેશનના લક્ષણો જોઇએ તો ઘેરો પીળો પેશાબ થવો, કબજિયાત, શુષ્ક મોં, હોઠ અથવા ત્વચા, માથાનો દુખાવો, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ચીડિયાપણું, નબળાઈ અને હૃદયના ધબકારા વધવાનો સમાવેશ થાય છે.

આનાથી બચવા તમે શું કરી શકો?
• દિવસની શરૂઆત હૂંફાળા પાણીથી કરો.
• આહારમાં સૂપ, છાશ, હર્બલ ટી અને નારિયળ પાણી જેવા પ્રવાહીયુક્ત ખોરાકને સામેલ કરો.
• પાણી પીવા માટે એલાર્મ સેટ કરોઃ તરસ લાગે ત્યાં સુધી રાહ ન જુઓ.
• જો રૂમની હવા ખૂબ સૂકી હોય તો હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter