ડ્રાય આઈઝનું કારણ છે જીવનશૈલી

Wednesday 24th January 2024 06:00 EST
 
 

જો તમારી આંખમાં કુદરતી રીતે અશ્રુ બનતા નથી કે આંખનું પાણી સુકાઈ રહ્યું છે, તો તે ડ્રાય આઈઝની સમસ્યાનો સંકેત છે. એક અભ્યાસ મુજબ લગભગ અડધોઅડધ શહેરી વસ્તી આ સમસ્યાનો સામનો કરી રહી છે. ડ્રાય આઈઝ થતાં આંખમાં બળતરા, ખૂંચવું અને ઝાંખુ દેખાવા જેવી સમસ્યાઓ આવી શકે છે. 2020માં બહાર પડેલા એક મેડિકલ રિપોર્ટ અનુસાર અશ્રુ સુકાઈ જવાથી વિઝન પર અસર પડી શકે છે. અશ્રુની ક્વોલિટી જ્યારે સારી હોતી નથી તો આંખો વધુ અશ્રુ બનાવવા લાગે છે, જેને કારણે પણ ડ્રાય આઈઝની સમસ્યા આવે છે. રિસર્ચરોનું કહેવું છે કે, કમ્પ્યુટરના કલાકો સુધી ઉપયોગને પણ ડ્રાય આઈઝની સમસ્યા જોવા મળી રહી છે.

ક્રોનિક ડ્રાય આઇઝઃ ઇલાજમાં મોડું નુકસાનકારક
આ સમસ્યા આવિઓક્યુલર ટિશ્યુને ડેમેજ કરે છે. અનેક કેસમાં ક્રોનિક ડ્રાય આઈઝના કારણ કોર્નિયાની સામે સ્કાર ટિશ્યૂ બની જાય છે, જેના કારણે ઝાંખુ દેખાવા લાગે છે. ઈલાજમાં મોડું થતાં વિઝનમાં કાયમી સમસ્યા આવી શકે છે. આમ થવાનું કારણ શું છે? ઉમર... દરેકને આ સમસ્યા થઈ શકે છે, પરંતુ વધતી ઉંમરની સાથે જોખમ વધે છે. 50 વર્ષની વયથી વધુના લોકો માટે આ એક મોટી સમસ્યા છે.

એક્વિયસ ડેફિશિયન્ટઃ અસામાન્ય સ્વરૂપ
ડ્રાય આઈઝનું એક અસામાન્ય સ્વરૂપ એક્વિયસ ડેફિશિયન્ટ ડ્રાય આઈઝ છે. આપણે જ્યારે રડીએ છીએ તો આંખમાંથી અશ્રુના સ્વરૂપમાં બીજી અનેક વસ્તુઓ પણ નીકળે છે. બધી આંખની સુરક્ષા કરે છે. ડ્રાય આઈઝના આ પ્રકારમાં સમસ્યા વધે છે.
• સ્ક્રોગ્રેનઃ સ્ક્રોગ્રેન ઓટોઈમ્યુન બીમારી છે, જે શરીરમાં તરલ પદાર્થ બનાવવાની ક્ષમતા સમાપ્ત કરી દે છે. અશ્રુ-રાળ જેવા તરલ શરીરમાં બનવાનું ઘટે છે, જેના કારણે આંખો સુકાઈ જાય છે.
• નોન સ્ટોગ્રેનઃ તેમાં ઉંમરની ભૂમિકા મહત્ત્વની હોય છે. ઉંમરની સાથે રૂમેટોઈડ આર્થરાઈટિસ કે સંધિવા પણ આંખના કોર્નિયા પર અસર કરે છે, જેના કા૨ણે ડ્રાય આઈ થાય છે.
• બ્લેફરાઈટિસઃ જેમાં આંખમાં સોજો આવી જાય છે. પાંપણની સફાઈ કરવા કે આંખની ઉપર મસાજ કરવાથી તેમાં રાહત મળી શકે.

આંખમાં પાણી સુકાઇ જવાના અન્ય કારણો જોઇએ તો,
• મેડિકેશનઃ એલર્જી અને એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓના ઉપયોગથી પણ અશ્રુ સુકાઈ જાય છે. જો આ દવાઓના ઉપયોગથી ડ્રાય આઈઝની સમસ્યા અનુભવાય છે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.
• કોન્ટેક્ટ લેન્સઃ કોન્ટેક્ટ લેન્સ કોર્નિયા સુધી ઓક્સિજન પહોંચવા દેતા નથી, જેના લીધે આંખના અશ્રુ સુકાવા લાગે છે.
• એલર્જીઃ આંખમાં એલર્જીથી પણ આ સમસ્યા આવી શકે છે. ક્રોનિક ડ્રાય આઈઝમાં આંખો લાલ, ખંજવાળ, બળતરા થઈ શકે છે.

ડ્રાય આઇઝની સમસ્યામાં આ ઉપાય અસરકારક છે, પરંતુ ઇલાજ જેટલો ઝડપી એટલો ફાયદો થવાની શક્યતા વધુ હોય છે.
1) આર્ટિફિશિયલ ટિયરઃ તેના ઉપયોગથી આંખમાં ભેજ રહે છે અને ડ્રાય આઈઝમાં રાહત મળે છે. આ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા છે.
2) આઈ ડ્રોપઃ આઈ ડ્રોપથી તેમાં રાહત મળી શકે છે. આ ડ્રોપ કોર્નિયાને નુકસાનથી બચાવે છે અને અશ્રુ બનાવવામાં મદદ કરે છે.
3) લેક્રિમલ પ્લાગઃ ડોક્ટર ડ્રાઇ આઇઝના ઇલાજમાં મોટેભાગે લેક્રિમલ પ્લગનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ કરીને ડોક્ટર આંખના કિનારે ડ્રેનેજ હોલ બ્લોક કરી દે છે, જે અશ્રુ સમાપ્ત થતાં અટકાવે છે.
4) સર્જરીઃ જો ડ્રાય આઇઝમાં ગંભીર લક્ષણ દેખાઇ રહ્યા છે અને ડ્રોપથી પણ ફાયદો નથી દેખાઇ રહ્યા છે તો સર્જરી રસ્તો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter