તનદુરસ્તીનો આધાર છે મનદુરસ્તી

Wednesday 11th May 2022 06:17 EDT
 
 

શરીર આપણી વિચારસરણી, અનુભવ અને કામ કરવાની પદ્ધતિ સહિત તમામ બાબતે પ્રતિક્રિયા આપે છે જેને નિષ્ણાતો માઈન્ડ-બોડી કનેક્શન તરીકે ઓળખાવે છે. તમે જ્યારે માનસિક તણાવગ્રસ્ત, ચિંતિત કે પરેશાન હોવ છો, તો શરીર પણ એ જ પ્રકારની પ્રતિક્રિયા આપે છે. ઉદાહરણ તરીકે કોઈ વિશેષ તણાવપૂર્ણ ઘટના, જેમ કે કોઈ સ્વજનનો અકસ્માત, મૃત્યુ કે કોઈ અપ્રિય સમાચાર તમારું બ્લડ પ્રેશર વધારી શકે છે. તમને અલ્સર થઈ શકે છે. બીજી તરફ તમે જ્યારે કોઈની મદદ કરો છો તો તમને ખુશી પ્રાપ્ત થાય છે. એંગ્ઝાયટી અને ડિપ્રેશન ઘટે છે. શરીરના ક્રોનિક પેઈનને મેનેજ કરવું સરળ બની જાય છે. સ્પષ્ટ છે કે, તમારા મન અથવા વિચારોની શરીર પર સીધી અસર થાય છે. આ સ્થિતિમાં જો ખુદને શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ રાખવા માગો છો તો સૌથી પહેલા તમારા મનની તંદુરસ્તી સુધારો. મનદુરસ્તી માટે આ છ પદ્ધતિ અસરકારક સાબિત થઈ શકે છે. અહીં દર્શાવેલા ઉપાયોને અમલમાં મૂકીને મનને તંદુરસ્ત રાખી શકો છો.
• ખુદને બ્રેક આપો
આનાથી તમને દિનચર્યાને વ્યવસ્થિત કરવામાં મદદ મળશે. ટેક્સાસ યુનિવર્સિટીનાં એસોસિએટ પ્રોફેસર ક્રિસ્ટિન નેફના અનુસાર જો તમે ખુદને હંમેશા કથિત નિષ્ફળતા માટે આરોગ્ય પ્રત્યે બેજવાબદારી, સારા માતા કે પિતા અથવા જીવનસાથી ન હોવા અંગે દોષ આપો છો તો એક બ્રેક લો અને ખુદને પુછો કે, ‘મારે શું જોઈએ છે’. તમને વ્યવસ્થિત થવામાં મદદ કરશે.
• બીજાની મદદ કરો
તમારો આ અભિગમ સામેવાળાને તો ઉપયોગી બનશે જ, પરંતુ તમને સૌથી મોટો ફાયદો એ થશે કે આ અભિગમ તમારા શરીરમાં ફીલગુડ કેમિકલ રિલીઝ કરશે. ધ કન્વર્સેશનનું રિસર્ચ જણાવે છે કે, સેવા કરવી, દાન આપવું કે અવઢવમાં મૂકાયેલી વ્યક્તિને ઉચિત સલાહ આપવાથી આપણું મસ્તિષ્ક ફીલગુડ કેમિકલ રિલીઝ કરે છે, જેનાથી ખુશી વધે છે. બીપી ઘટાડવામાં પણ મદદ મળે છે. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની વોર્ટન સ્કૂલમાં સાઈકોલોજિસ્ટ એડમ ગ્રાન્ટના અનુસાર એંગ્ઝાયટીને દૂર કરવાની સૌથી સારી દવા વોલેન્ટિયરિંગ છે.
• ભાવનાઓનું લેબલિંગ
આનાથી તમારા માટે નકારાત્મક વિચારોને મેનેજ કરવાનું સરળ બનશે. નિષ્ણાતો કહે છે કે નકારાત્મક વિચારો પર ધ્યાન આપીએ તો તેને વધુ સારી રીતે મેનેજ કરી શકાય. જેમ કે, ભાવનાઓને કોઈ નામ કે લેબલિંગ કરીએ છીએ તો મન શાંત થઈ જાય છે. તણાવ ઘટે છે. લેબલિંગ એટલે વિચારને માત્ર સારો કે ખરાબ ગણાવવાનો નથી, પરંતુ ઉચિત નામ જેમ કે ઉત્સાહિત, પ્રેરણાદાયી, નિરાશાજનક, નબળો વગેરે કેટેગરીમાં મૂકીને તેના વિશે વિચારશો તો તેના લાભાલાભ સમજાશે. વિચાર સારો હશે તો ઉત્સાહ-ઉમંગ વર્તાશે તે સ્વાભાવિક છે, પણ નકારાત્મક
વિચાર હશે તો બિનજરૂરી માનસિક તણાવ કે ચિંતા ઘટશે તે પણ હકીકત છે.
• દિવસનો સૌથી સારો સમય ખુદને આપો
નિષ્ણાતો કહે છે કે આમ કરવાથ તમારાં લક્ષ્ય ઝડપથી પૂરા થશે. અમેરિકીની હડસન યુનિવર્સિટીમાં કસરત અને સ્પોર્ટ્સ સાયન્સ વિભાગના પ્રોફેસર અને એક્ઝિક્યુટિવ કોચ જેક કહે છે કે તમે દિવસમાં જ્યારે ખુદને વધુ ઊર્જાવાન, ખુશ અનુભવો છો તો એ તબક્કાનો બહુમતી સમય પોતાનાં લક્ષ્ય પૂરાં કરવા કે ખુદની સારસંભાળ માટે આપો. ખુદમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળશે.
• ટેમ્પરલ લેન્ડમાર્ક બનાવો
આ બાબત નવી શરૂઆત કરવામાં મદદ કરશે. ‘હાઉ ટુ ચેન્જ’ પુસ્તકનાં લેખિકા અને પ્રોફેસર કેટી મિલ્ક મેને રિસર્ચમાં જોયું કે, કેટલાક એવા અવસર હોય છે જ્યારે આપણે જરૂર કંઇક નવું કરવાનું પસંદ કરીએ છીએ. જેમ કે, નવું વર્ષ, જન્મદિવસ, નવી નોકરી, નવી કોલેજ વગેરે. જેને ‘ટેમ્પરલ લેન્ડમાર્ક’ કહે છે. આ અવસરો પર આપણા અંદર જબરદસ્ત ઉલ્લાસ અને ઉત્સાહ હોય છે. પોતાના માટે આવા ટેમ્પરલ લેન્ડમાર્ક જરૂર બનાવો.
• મેડિટેશન કરો
ટ્રાય કર જૂઓ, માત્ર આઠ જ સપ્તાહમાં શરીરને ફાયદો દેખાવા લાગશે. માયો ક્લિનિકના અનુસાર મેડિટેશન માત્ર તમને માનસિક શાંતિ જ નથી આપતું, પરંતુ તે તમારી લાગણીઓ અને સંપૂર્ણ આરોગ્યને પણ સંતુલિત કરે છે.
ઈન્ટરનેશનલ જર્નલ ઓફ વેલબીઇંગમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર જો દરરોજ માત્ર 13 મિનિટ મેડિટેશન 8 સપ્તાહ સુધી કરવામાં આવે તો તેનો ફાયદો સ્પષ્ટ રીતે શરીરમાં દેખાવા લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter