તમને ઇન્ટરનેટનું વ્યસન તો નથી વળગ્યુંને?

Wednesday 26th November 2014 07:11 EST
 
 

આ બધા તો ઇન્ટરનેટના ફાયદા થયા. પણ કોઇ તમને કહે કે આ ઇન્ટરનેટ જેટલું લાભકારક છે એટલું જ નુકસાનકારક છે તો?! જે પોષતું તે મારતુંની ઉક્તિ અહીં પણ લાગુ પડે છે. તમને જાણીને નવાઇ લાગશે કે ઇન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે તેમ તેના ‘વ્યસની’ પણ વધી રહ્યા છે.

દારૂ, સિગારેટ જેવી ચીજો જ વ્યસન બને એવું નથી. ઇન્ટરનેટનું પણ વ્યસન થઈ શકે છે. જાગ્રત અવસ્થામાં સતત ઓનલાઇન રહેવાની આદત ધરાવનારાઓને જો થોડોક સમય પણ ઇન્ટરનેટનું કનેક્શન ડાઉન હોય તો ખૂબ જ તકલીફ થઈ જાય છે. એક ઇન્ટરનેટ સર્વીસ પ્રોવાઇડર કંપનીએ ઇન્ટરનેટ યુઝર્સનો ઓનલાઇન સર્વે કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે નિયમિત સર્ફિંગ કરનારાઓને તેમ જ દિવસમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓને જો થોડાક સમય માટે પણ આ સવલત ન મળે તો તેમનામાં ડિપ્રેશનને મળતાં આવતાં લક્ષણો જોવા મળે છે.

નિષ્ણાતો પૂછે છે - જો એક-બે દિવસ તમારી ઈ-મેઇલ ચેક ન કરી હોય તો તમને અકળામણ થાય છે? સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર એક-બે દિવસ ચેટિંગ કરવા ન મળે તો સૂનું-સૂનું લાગે છે? ઇન્ટરનેટ સર્વીસમાં કંઈક પ્રોબ્લેમ હોવાથી તે બંધ થઇ જાય તો તમારું ઘણું કામ અટકી પડ્યું હોય એવું લાગે છે? જો આ પ્રશ્નોના જવાબમાં ‘હા’માં આવતા હોય તો દર્શાવે છે કે તમે વધતેઓછે અંશે ઇન્ટરનેટના બંધાણી થઇ ગયા છો.

ઇન્ટરનેટનો વપરાશ જેમ-જેમ વપરાશ વધતો ગયો છે એમ એના વળગણથી મગજ પર થતી અસર વિશે અનેક સંશોધનો પણ થઈ રહ્યાં છે. ઘણા અભ્યાસોમાં એવું તારણ નીકળ્યું છે કે ઇન્ટરનેટના વધુ પડતા વળગણથી વ્યક્તિની એકાગ્રતા, સ્મરણશક્તિ, વિશ્લેષણક્ષમતા પર એની માઠી અસર પડે છે.

• એકાગ્રતા ઘટેઃ કેલિફોર્નિયાના રિસર્ચરોનું કહેવું છે કે રોજના પાંચથી વધુ કલાક નેટસર્ફિંગ કરતી વ્યક્તિઓની કોઈ એક જ બાબતમાં ઊંડા ઊતરીને સમગ્રતયા અભ્યાસ કરવાની ક્ષમતા ઘટે છે. ઇન્ટરનેટની કોઈ પણ વેબસાઇટ પર એક સાથે ઘણાબધા વિષયોની માહિતી હોય છે. આ બધાને કારણે જે વિષય પર તમે કામ કરી રહ્યા છો એમાંથી મગજ વારંવાર ચલિત થઈ જાય છે. ઇન્ટરનેટ પર રોજના પાંચ કલાકથી વધુ સર્ફિંગ કરવાની સાથે ચેટિંગ કરવાની આદત ધરાવનારાઓમાં તો સ્પષ્ટપણે એકાગ્રતાનો અભાવ જોવા મળ્યો છે.

• વિશ્લેષણક્ષમતા ઘટેઃ યુકેના સાઇકિયાટ્રિસ્ટોએ ઇન્ટરનેટ પર બે, પાંચ અને સાત કલાક સુધી સર્ફિંગ કરનારાઓ તેમ જ એકદમ ઓછું કે જરા પણ ઇન્ટરનેટ ન વાપરનારા લોકોને ચાર ગ્રૂપમાં વહેંચીને અભ્યાસ કર્યો. અભ્યાસના અંતે તેમણે તારવ્યું છે કે કામ વગરની વધુપડતી માહિતીને કારણે મગજમાં માહિતીનો ભરાવો થાય છે. અમુક સમયમાં નવી માહિતીને પ્રોસેસ કરીને યાદ રાખવાની મગજની ક્ષમતા લિમિટેડ હોય છે. આ સમયે અઢળક માહિતી એકસામટી સામે આવી જતાં તર્કબદ્ધ રીતે એ બધાને અલગ પાડવાની ક્ષમતામાં ઘટે છે. બહુ માહિતી હોવા છતાં એ સ્પષ્ટ નથી હોતી. ઇન્ટરનેટ પર જે માહિતી હોય છે એ બધી જ સાચી હોય છે એવું જો માની લેવામાં આવે તો વ્યક્તિ કન્ફ્યુઝ થઈ જાય છે. વિશ્વસનીય અને ખાતરીલાયક કહી શકાય તેવી બાબતો અલગ તારવવાની ક્ષમતા ધીમે-ધીમે ઘટતી જાય છે.

• યાદશક્તિ પર અસર

સ્પેનના સાઇકિયાટ્રિસ્ટોનું કહેવું છે કે બધી જ માહિતી જ્યારે જોઈએ ત્યારે એક ક્લિક કરતાં જ સામે આવી જતી હોવાથી મગજ એકદમ સુસ્ત થઈ જાય છે. એક વાર વાંચેલી ચીજ જો બીજી વાર જોવા નહીં મળે એવું મગજને કહેવામાં આવે તો વ્યક્તિ સભાનતાપૂર્વક વાંચેલી ચીજને સ્મૃતિમાં સંઘરી દેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઇન્ટરનેટને કારણે કોઈ પણ માહિતી જ્યારે જોઈએ ત્યારે સુલભ હોવાથી મગજ એ બાબતે સુસ્ત થઈ જાય છે. માણસ ખૂબ વાંચે છે, સર્ફ કરે છે, નવી અઢળક માહિતી તેને મળે છે; પણ એ બધી જ મગજના સ્ટોરેજ રૂમમાં સચવાતી નથી. ઇન્ટરનેટ ન વાપરનારા કે ઓછું વાપરનારા એક વાર વાંચેલી માહિતીને વધુ સારી રીતે મગજમાં સ્ટોર કરીને જરૂર પડ્યે રિકોલ કરી શકે છે.

સપ્રમાણ ઉપયોગ કરો

ઇન્ટરનેટથી ઘણું કામ થાય છે એટલે એનો સદુપયોગ જરૂર કરી શકાય, પણ એનો વધુપડતો ઉપયોગ કરીને આપણી ક્ષમતાઓનો દુરુપયોગ થવા લાગે ત્યારે ચેતી જવામાં જ શાણપણ છે. ખાસ કરીને નાનાં બાળકો અને ટીનેજર્સના મગજને અસર ન થાય એ માટે દિવસમાં અમુક કલાક માટે જ ઇન્ટરનેટ વાપરવાનો નિયમ બનાવવો જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter