તાવ હોય, કફ હોય, ખાંસી હોય અથવા તો ફ્લૂના કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ ઉપચાર કરાવવો હિતાવહ

Sunday 29th March 2020 07:32 EDT
 
 

તાવ-કફ-ખાંસી કે ફ્લૂના લક્ષણો હોય તો...

કઈ બાબતોનું વધારે ધ્યાન રાખવું?

- જે લોકોને હળવા લક્ષણો હોય એટલે કે ૩૭.૮ સેન્ટીગ્રેડ તાવ હોય અથવા સતત કફ હોય તેમણે ઘેર રહેવું જોઈએ અને એક અઠવાડિયું બહાર ન નીકળવું જોઈએ.
- ઘરમાં લોકોએ એકબીજાથી બે ફૂટનું અંતર જાળવવું જોઈએ, એકલા જ ઊંઘવું જોઈએ. 
- જો લોકોને હળવા લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક પગલાં ભરીને પોતાની જાતને એકલી પાડી દેવી જોઈએ.
- જો લક્ષણો સાત દિવસ કરતાં વધારે સમય સુધી ચાલુ રહે તો લોગ-ઓન કરો એનએચએસની વેબસાઈટ.
- જો લક્ષણો જણાય તો જ NHS કોરોના વાઇરસનો ટેસ્ટ કરે છે.
- ૭૦ વર્ષની ઉપરના લોકોએ ક્રૂઈઝની મુસાફરી ટાળવી જોઈએ.
- વિદેશી સ્કૂલની ટ્રીપ ટાળવી જોઈએ.

કયાં પગલાં ભરીને જોખમ ઘટાડી શકો છો?

- તમામ વૃદ્ધ લોકોને ઘેર રહીને આરામ કરવાની સલાહ.
- જો ઘરના એક પણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાય તો એક અઠવાડિયા સુધી ઘરના તમામ પરિવારોને એકલા રાખવા જોઈએ.
- રમતગમતો અટકાવી દેવી જોઈએ અને લોકોના જાહેરમાં ભેગા થવા પર પ્રતિબંધ લાગી શકે છે.
- હળવા લક્ષણો ધરાવતા લોકો લગભગ એક અઠવાડિયા સુધી ઘરમાં રહે તો જોખમમાં ૨૦થી ૨૫ ટકાનો ઘટાડો થઈ શકે છે.
- જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો આખા પરિવારને એકલો પાડી દેવાથી જોખમમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.
- વૃદ્ધ લોકોને કોરોનાનો ચેપ લાગતો રોકવાથી મૃત્યુના જોખમમાં ૨૦-૩૦ ટકાનો ઘટાડો
થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter