તુલસીના પાનને ઔષધીય ગુણથી ભરપૂર માનવામાં આવે છે. તુલસીના પાનમાં પ્રોટેક્ટિવ ગુણ હોય છે જે આપણા શરીરને ટોક્સિક કણોથી બચાવે છે. તુલસીમાં એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને નુકસાન પહોંચાડતા ફ્રી રેડીકલ્સને દૂર કરે છે. રોજ થોડા તુલસીના પાન ચાવીને ખાવાથી કેટલીક સમસ્યા તો દવા વિના જ મટી શકે છે.
• શ્વાસ સંબંધિત સમસ્યા: તુલસીનું સેવન કરવાથી શ્વસન સંબંધિત તકલીફો જેમ કે શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો, શરદી, ઉધરસથી છુટકારો મળી શકે છે. રોજ ચારથી પાંચ તુલસીના પાન ચાવીને ખાઈ જવા અથવા એક ગ્લાસ પાણીમાં તુલસીના થોડાક પાન અને આદું ઉમેરીને ઉકાળી લેવું. ત્યાર પછી તે પાણી હૂંફાળું ગરમ હોય ત્યારે તેમાં મધ ઉમેરીને પી લેવું. તુલસીનો આ રીતે બનાવેલો ઉકાળો પીવાથી ઉધરસ મટે છે.
• કોલેસ્ટ્રોલ: બહુ ઓછા લોકો જાણતા હશે કે તુલસીનું સેવન કરવાથી હાઇ કોલેસ્ટ્રોલ ઓછું થઈ શકે છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.
• માથાનો દુખાવો: સ્ટ્રેસના કારણે માથાનો દુખાવો થતો હોય તો તુલસીનો સેવન કરી શકાય છે. તુલસી ખાવાથી માથાનો દુખાવો ઓછો થવા લાગે છે. માથું દુખતું હોય ત્યારે તુલસીના પાન ચાવીને ખાઈ લો અથવા તો પાણીમાં તુલસીના પાન ઉકાળીને પી લો.
• મોઢામાં ચાંદા: જો તમે મોઢામાં થયેલા ઇન્ફેક્શનથી કે મોઢામાં વારંવાર પડતા ચાંદાથી પરેશાન હોય તો તુલસીના પાન ચાવીને ખાઈ શકો છો. આ સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
• પથરી: તુલસીના પાનનું સેવન કરવાથી પથરીની સમસ્યા પણ હળવી થઈ શકે છે. તુલસીનું પાણી કિડની સંબંધિત સમસ્યા ઓછી કરવામાં અસરદાર છે.


