દર વર્ષે દસ લાખ યુવાનોને મનોરોગની દવા

Wednesday 29th December 2021 04:40 EST
 
 

લંડનઃ એક વર્ષમાં ૧૮થી ૨૦ વર્ષના એક મિલિયનથી વધુ યુવાનોને તબીબોએ માનસિક આરોગ્યની ગોળીઓ અપાઇ છે. ડિપ્રેશનના યુવાન દર્દીઓમાં વીસ ટકાનો વધારો નોંધાયો છે. આ વય જૂથમાં દર નવમાંથી એક અસ્વસ્થતા અથવા બાયપોલારની સારવાર માટે દવાઓ લઈ રહ્યા છે. જેમાંના મોટા ભાગના યુવાનોને સૌથી વધારે આત્મહત્યાના વિચારો આવતા હોવાની ફરિયાદ છે. ટીવી ચેનલ-૪ના અહેવાલ મુજબ ગયા વર્ષે ૧૮થી ૨૦ વર્ષની વયના એક મિલિયનથી વધારે યુવાનોને એન્ટિ-ડિપ્રેશનની સારવારનું સૂચન કરાયું હતું. સરકારી આંકડા મુજબ, ત્રણ વર્ષમાં આ દવા લેનારાઓની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો નોંધાયો છે.  આ વય જૂથમાંના નવ વ્યક્તિમાંની એકને ચિંતા અને બાયપોલાર ડિસઓર્ડર જેવી માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મોટા ભાગના દર્દીઓને એન્ટિ-ડિપ્રેશન દવાની સકારાત્મક અસર થઈ રહી છે. જોકે એક સમસ્યા એ પણ છે કે આત્મહત્યાના વિચારો માટે અટકાવવા માટે યુવાનોને ભારે માત્રામાં અપાતા ડોઝને પગલે તેમના પર મૃત્યુનું જોખમ તોળાય રહ્યું છે. સંશોધક ડો. એસ. જેમ્સ ડેવિસ કહે છે કે એન્ટિ-ડિપ્રેશન દવાઓ યુવાનો માટે ઉંમરના વધવા સાથે વિપરીત પરિણામો આપી શકે એમ છે. તેના લક્ષણ ગંભીર છે. ૩૦ વર્ષથી ઓછી વયના દર પાંચમાંથી એક યુવાનને માનસિક બીમારી થઇ રહી છે જે ચિંતાજનક બાબત હોવાનું ડો. ડેવિસે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter