દરરોજ 50 સીડી ચઢો આ ચાર ફાયદા થશે

તન-મનની સુખાકારી માટે...

Sunday 29th March 2026 06:33 EDT
 
 

જો તમે તન-મનથી ફિટ રહેવા માંગતા હોય પણ જીમ જવા માટે સમય ન મળે, તો દરરોજ50 સીડી ચઢ-ઉતર કરવાની આદત પાડો. આ આદતથી શરીરને ચાર ફાયદા થશે. જાણો તેમના વિશે...

1) કેલરી ઝડપથી બર્ન થાય છેઃ સીડી ચઢતી વખતે શરીર વધુ મહેનત કરે છે. લગભગ 68 કિલો વજન ઘરાવતી વ્યક્તિ પ્રતિ મીનિટ લગભગ 8.6 કેલેરી બર્ન કરે છે. અને 90 કિલો વજન ઘરાવતી વ્યક્તિ 11.4 કેલરી બર્ન કરે છે.
2) હાર્ટ બીટમાં ફાયદોઃ સીડી ચઢવાથી હૃદયના ધબકારા 70-85 વધે છે. જે કાર્ડિયો સ્વાસ્થ્ય માટે આદર્શ માનવામાં આવે છે. તેનાથી VO2 મેક્સ (શરીરની ઓક્સિજન લેવાની ક્ષમતા) 5-10 ટકા વધે છે, જે સ્ટેમિના વધારે છે.
3) હિપ્સને તાકાત મળે છેઃ સીડી ચઢતી વખતે આપણી જાંઘ, હિપ્સના સ્નાયુઓ સૌથી વધુ સક્રિય હોય છે. ખાસ કરીને ગ્લુટ્સને 60 ટકા વધુ મહેનત કરવી પડે છે.
4) શુગરને નિયત્રિત કરવામાં મદદરૂપઃ જો તમે ખાધા પછી 3 મિનિટ સુધી સીડી ચઢો છો, તો બ્લડ સુગર 22-25 ટકા ઘટી શકે છે. તેનાથી ટાઇપ-ટુ ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે અને ઇન્સ્યુલિન વધુ સારી રીતે કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter