દાદીમાનું વૈદુંઃ અંગ જકડાઇ જવું

Saturday 27th March 2021 05:28 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• અંગ જકડાઈ ગયું હોય તો, રાઈની પોટીસ લગાડવાથી ફાયદો થાય છે.
• પગના ગોટલા ચઢી જાય તો, હુંફાળા કોપરેલ તેલથી માલિસ કરવાથી આરામ થાય છે.
• સરસિયાના તેલમાં કપૂર મેળવીને માલિસ કરવાથી દુખતા સાંધા, ગરદન જકડાઈ જવી તથા સંધિવાના દર્દમાં આરામ થાય છે.
• તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખીને સહેજ ગરમ કરીને માલિસ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, શરીરનું જકડાઈ જવું, લકવો વગેરે રાહત થાય છે.
• ધતુરાના પાનાનો ૮૦૦ ગ્રામ રસ કાઢી, તેમાં ૧૦ ગ્રામ હળદર અને ૨૫૦ ગ્રામ સરસિયું તેલ નાખી, ગરમ કરી, રસ બાળી, માત્ર તેલ બાકી રાખો. આ તેલનું માલિસ કરવાથી શરીરનાં જકડાઈ ગયેલાં અંગો છૂટાં પડીને તકલીફ મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter