દાદીમાનું વૈદુંઃ આધાશીશી

Sunday 21st March 2021 04:31 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો આધાશીશીની સમસ્યા અંગે

• એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી, ઉકાળીને પીવાથી તેનો નાસ લેવાથી માથાનો દુખાવો મટે છે.

• ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને, તે દૂધના ૩-૪ ટીપાં નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.

• અર્ધો ચમચો લીંબુંંનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુખાવો મટે છે.

• માથું દુખતું હોય તો તુલસીના પાન અને અગરબતી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઉતરે છે.

• નાળિયેરનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.

• લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુખાવો મટે છે.

• લવિંગ અને તમાકુંનું પાન વાટીને માથા ઉપર લેપ કરવાથી આધાશીશીનું દર્દ માઇગ્રેન મટે છે.

• નવશેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખવાથી ૧૫ મિનિટમાં માથાનો દુખાવો મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter