દાદીમાનું વૈદુંઃ આધાશીશી - માથાનો દુઃખાવો

Sunday 26th January 2020 05:19 EST
 
 

• આદુંનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપાં નાંખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
• લસણની કળીઓને પીસીને કાનપટ્ટી પર લેપ કરવાની આધાશીશી મટે છે.
• હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપાં નાંખવાથી આધાશીશી મટે છે.
• સૂંઠને પાણીમાં ઘસી તેનો ઘસારો કપાળે લગાડવાથી આધીશીશી મટે છે.
• દૂધમાં ઘી મેળવી, પીવાથી આધાશીશી મટે છે.
• સૂર્યોદય થતાં પહેલાં ગરમાગરમ, તાજી, ચોખ્ખા ઘીની જલેબી ખાવાથી આધાશીશી મટે છે.
• માથું દુઃખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઊતરે છે.
• આમળાનું ચૂર્ણ સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથું દુઃખતું હોય તો ઉતરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter