દાદીમાનું વૈદુંઃ ઉધરસ-ખાંસી

Sunday 18th April 2021 05:45 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ઉધર-ખાંસી વિશે...

• લસણનો ૨૦થી ૨૫ ટીપાં રસ શરબતમાં મેળવી દિવસમાં ચાર ચાર કલાકને અંતરે પીવાથી કાળી ઉધરસ (હુપીંગ-કફ) મટે છે.
• દાડમના ફળની છાલનો ટુકડો મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
• આમલીના કિચૂકાને શેકી, તેનાં છોતરાં કાઢી નાખી, કિચૂકાનું બારીક ચૂર્ણ બનાવી, મધ અને ઘીમાં મેળવીને ચાટવાથી ઉધરસના કફમાં લોહી પડતું હોય તો મટે છે.
• થોડી ખજૂર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જશે અને ઉધરસ તથા દમ મટશે.
• રાત્રે મીઠાની કાંકરી મોંમાં રાખી મૂકવાથી ઉધરસ ઓછી આવશે.
• ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter