દાદીમાનું વૈદુંઃ કાકડાનો દુખાવો

Monday 21st June 2021 12:14 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર... આ સપ્તાહે જાણો કાકડાની તકલીફ અંગે.

• સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળીને દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી કાકડામાં રાહત મળે છે.
• હળદરને મધમાં મેળવીને કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા ઘટવાની શક્યતા વધે છે.
• પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસવાનું પ્રમાણ વધે છે.
• હળદર અને ખાંડ એક-એક ચમચી લઈ ફાકી મારવી તેના ઉપર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી કાકડામાં રાહત લાગે છે.
• ગળા ઉપર કેળાંની છાલ બાંધવાથી કાકડા હોય તો મટવાના લક્ષણો દેખાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter