દાદીમાનું વૈદુંઃ કાનની પીડા

Sunday 31st May 2020 08:42 EDT
 
 

• તેલમાં લસણની કળી કકડાવીને એ તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનના સણકા અને કાનની રસી મટે છે.
•  આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે.
• મધનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.
• તલના તેલમાં હિંગ નાંખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી દુઃખાવો મટે છે.
• તુલસીનાં રસનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો અને સણકા મટે છે અને પરુ નીકળતું હોય તો તે બંધ થાય છે.
• કાંદાનો રસ અને મધ મેળવી તેના ટીપાં નાંખવાથી સણકા મટે છે અને પરુ થયું હોય તો તે પણ મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter