દાદીમાનું વૈદુંઃ કાનની પીડા

Monday 28th June 2021 03:59 EDT
 
 

શારીરિક-માનસિક સમસ્યાઓના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કાનની પીડા અંગે.

• તેલમાં લસણની કળી કકડાવીને તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનના સણકા અને કાનની રસીમાં રાહત મળે છે.
• આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી ચસકા ઓછા આવે છે.
• મધનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો અને રસીમાં ઘટાડો થાય છે.
• તલના તેલમાં હિંગ નાંખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી દુઃખાવો ઓછો લાગે છે.
• તુલસીના રસનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો અને સણકામાં ઘટાડો અને પરુ થયું હોય તો સુકાવાની શક્યતા વધી જાય છે.
• કાંદાનો રસ અને મધ મેળવી તેના ટીપાં નાંખવાથી સણકા મટે છે.
• નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં કાનમાં નાંખવાથી સણકા અને દુઃખાવામાં ફરક લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter