દાદીમાનું વૈદુંઃ ખરજવું, ખસ

Monday 06th July 2020 07:53 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ખરજવું - ખસની સમસ્યા વિશે.

• ગાજર વાટીને તેમાં થોડું મીઠું નાંખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવામાં રાહત થાય છે.

• ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળીને તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવામાં આરામ થાય છે.

• કળી ચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવામાં રુઝ આવે છે.

• તાંદળિયાની ભાજીના રસમાં સાકર મેળવી પીવાથી ખસમાં રાહત મળે છે.

• પપૈયાનું દૂધ અને ટંકણખારને ઊકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખસમાં થતી બળતરા ઘટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter