શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... ગળાની તકલીફ હોય તો આટલું કરી શકો.
• ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી રાહત થાય છે.
• પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવિંગ રાખવાથી બળતરા ઓછી લાગે છે.
• મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોની ચાંદી અને ગળાની બળતરામાં ફરક લાગે છે.
• ટંકણખારને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી ઘટે છે.
• બાવળની છાલ ઉકાળી કોગળા કરવાથી મોંની ચાંદી ઓછી થાય છે.
• ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી રાહત અનુભવાય છે.