દાદીમાનું વૈદુંઃ ગૂમડાં

Sunday 21st June 2020 07:45 EDT
 
 

નાની-મોટી શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો. આજે જાણો ગૂમડાંની તકલીફ વિશે...

• ગૂમડાં પર માખણ લગાડી રૂનો પાટો બાંધી રાખવાથી ગૂમડું ફૂટી જશે.
• બાફેલાં કાંદામાં મીઠું નાંખી પોટીસ બનાવી ગૂમડાં પર બાંધવાથી ગૂમડું ફૂટી જશે.
• ઘઉંના લોટમાં હળદર અને મીઠું નાંખી પોટીસ બનાવી ગૂમડાં પર બાંધવાથી સુકાઈ જશે.
• સરગવાની છાલ ઘસવાથી ગૂમડાંમાં રાહત રહે છે.
• કાંદાની કાતરીને ઘી અથવા તેલમાં શેકી તેમાં હળદર મેળવી પોટીસ બાંધવાથી ગૂમડું પાકી જશે.
• પાલખ અથવા તાંદળજાના પાનની પોટીસ બનાવી બાંધવાથી રૂઝ આવી જાય છે.
• બોરડીનાં પાન વાટી, ગરમ કરી, પોટીસ બનાવી બાંધવાથી પણ મટે છે.
• લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ કે ગૂમડું પાકી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter