શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો શ્વાસ-બીમારીની તકલીફ વિશે.
• દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ તેને દીવાની જ્યોત પર ગરમ કરી, પછી તેને છોલીને તેના પર મરીનો ભૂકો ઉપર ભભરાવીને ખાવાથી રાહત થાય છે.
• ઘી સાથે દળેલી હળદર ચાટીને ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે.
• બે ચમચી આદુંનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે.
• નિયમિત રીતે ગાજરનો રસ પીવાથી દમના રોગમાં ફાયદો થાય છે.
• હળદર, મરી અને અડદ - એ ત્રણેયને અંગારા પર નાંખી ધુમાડો લેવાથી દમમાં રાહત થાય છે.
• દસ-પંદર લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી દમમાં ફરક પડે છે.
• એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે.
• દરરોજ થોડી ખજૂર ખાઈને ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમમાં રાહત રહે છે.
• બે-ત્રણ સૂકાં અંજીર સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે અને દમમાં ઘટાડો થાય છે.