દાદીમાનું વૈદુંઃ દાંતની પીડા

Sunday 01st September 2019 06:04 EDT
 
 

• હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.

• દાંત હાલતા હોય અને દુખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલગરો દાંતમાં ભરવાથી આરામ થાય છે.

• સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને, ખાઈને, ઉપર થોડુંક પાણી પીવાથી દાંત મજબૂત બને છે.

• વડની વડવાઈનું દાતણ કરવાથી હલતા દાંત મજબૂત બને છે.

• તલનું તેલ હથેળીમાં લઈ આંગળી વડે પેઢાં પર ઘસવાથી હલતા દાંત મજબૂત બને છે.

• લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

• તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.

• સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંત ઘસવાથી પાયોરિયા મટે છે.

• ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

• દાંતનું પેઢું સૂજી ગયું હોય તો મીઠું અને હળદરનો પાઉડર મેળવી પેઢા પર ઘસવાથી મટે છે.

• દાંતનું પેઢું સૂજી ગયું હોય તો મીઠાના ગાંગડાથી તેને ફોડીને તેના પર ફુલાવેલી ફટકડીનો પાઉડર લગાડવાથી મટે છે.

• તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવીને દાંત પર ઘસવાથી દાંતનો દુખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

• પાકાં ટામેટાંનો રસ ૫૦ ગ્રામ જેટલો દિવસમાં ત્રણ વાર પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter