નાનીમોટી શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો દાંતની પીડાના નિવારણ અંગે.
• હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતના દુઃખાવામાં રાહત થાય છે.
• દાંત હલતા હોય અને દુઃખાવો થતો હોય તો હીંગ અથવા અક્કલગરો દાંતમાં ભરવાથી આરામ થાય છે.
• સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને, ખાઈને ઉપર થોડું પાણી પીવાથી દાંતનો દુઃખાવો ઓછો થાય છે.
• વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબૂત બને છે.