દાદીમાનું વૈદુંઃ દાહ-બળતરા હોય તો...

Saturday 10th August 2019 07:20 EDT
 
 

• મમરા અને ખડી સાકરનો ઉકાળો પીવાથી બળતરા મટે છે. • દ્રાક્ષ અને ખડી સાકર ભેગી કરી સવારે ખાવાથી બળતરા મટે છે. • ધાણા અને સાકર પાણીમાં લેવાથી બળતરા મટે છે. • ધાણા અને જીરું એક એક ચમચી લઈ, અધકચરું ખાંડી, રાત્રે પાણીમાં પલાળી, સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી પીવાથી પેટની તથા હાથપગની બળતરા મટે છે. • ધાણાજીરુંનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટીને લીધે જમ્યા બાદ છાતીમાં થતી બળતાર મટે છે. • તાંદળજાનો રસ સાકર નાખી પીવાથી હાથપગની બળતરા તથા પેશાબની બળતરા મટે છે. • એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી શરીરની બળતરા, પગનાં તળિયાંની બળતરા મટે છે. • કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથપગનાં તળિયાંની બળતરા મટે છે. • એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ, તેમાં થોડી સાકર મેળવીને પીવાથી પિત્તનો દાહ મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter