દાદીમાનું વૈદુંઃ નશો ઉતારવો

સદાબહાર સ્વાસ્થ્ય

Sunday 02nd August 2020 07:51 EDT
 
 

શારીરિક - માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો નશો ઉતારવા અંગે.

• બે-ચાર જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઊતરે છે.
•  આમલીને પાણીમાં પલાળી, મસળી ગાળીને પીવાથી ભાંગનો નશો ઉતરે છે.
• છાશ પીવાથી ભાંગનો નશો ઉતરે છે.
• કાનમાં સરસિયાનાં તેલનાં ટીપાં નાંખવાથી ભાંગનો નશો ઉતરે છે.
• સિંધાલૂણ અને સૂંઠ વાટીને તેમાં લીંબુનો રસ મેળવી ચાટવાથી ભાંગનો નશો ઉતરે છે.
• ખજૂરને પાણીમાં પલાળી મસળીને પીવાથી દારૂનો નશો ઉતરે છે.
• કાકડી ખાવાથી અથવા કાકડી અને કાંદાનો રસ પીવાથી દારૂનો નશો ઊતરે છે.
• મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતરે છે.
• એક ચમચી ફટકડી પાણીમાં ઓગાળી પીવાથી દારૂ પીને લથડિયાં ખાતાં અને બેભાન થયેલા ભાનમાં આવી શકે છે અને નશો ઉતરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter