દાદીમાનું વૈદુંઃ પથરી

Saturday 28th November 2020 06:03 EST
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો પથરીના ઉપચાર અંગે.

• લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.
• ગાયના દૂધની છાશમાં સિધવ-મીઠું નાખીને ઊભા ઊભા રોજ સવારે ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે નીકળી જાય છે અને આરામ થાય છે.
• ગોખરુનું ચૂર્ણ મધમાં મેળવીને ચાટવાથી પથરી ઓગળી જાય છે.
• ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે.
• નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
• કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
• મૂળાનાં પાનનો રસ કાઢી, તેમાં સૂરોખાર નાખી, રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.
• પાલખની ભાજીનો રસ પીવાથી પથરી મટી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter