દાદીમાનું વૈદુંઃ પેશાબનાં દર્દો

Sunday 29th September 2019 06:01 EDT
 
 

• પેશાબ ઓછો થતો હોય કે બંધ થતો હોય તો તાજી છાશમાં ગોળ નાખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે

• પેશાબ અટકતો હોય તો મૂળાનો રસ પીવાથી પેશાબ છૂટથી થાય છે

• અર્ધા તોલા લીંબુના બીજનું ચૂર્ણ કરી પાણી સાથે પીવાથી તરત પેશાબ છૂટે છે

• પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલા દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે

• ચોખાના ધોવાણમાં સાકર તથા ચપટી સૂરોખાર મેળવી પીવાથી પેશાબ ઓછો થતો હોય તો વધે છે, કોઈ પણ કારણસર પેશાબ અટકતો હોય તો મટે છે

• પેશાબ અટકી અટકી થવો, વધુ થવો અને બળતરા સાથે થવો વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે.

 • કેળનું ચારપાંચ તોલા પાણી ગરમ કરેલા ઘીમાં નાખીને પીવાથી, બંધાયેલો પેશાબ તરત જ છૂટી જાય છે

• રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, તેમાં સાકર નાખીને હલવો બનાવી ખાવાથી પેશાબ છૂટથી થાય છે

• આમળાંના ચૂર્ણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબ બધી તકલીફ મટે છે

• પેશાબ અટકી અટકીને આવતો હોય તો એલચીનું ચૂર્ણ મધમાં ચાટવાથી પેશાબ સાફ અને છૂટથી આવશે

• ૧૦૦ ગ્રામ દૂધમાં ખાવાના સોડા એક ગ્રામ નાખી દિવસમાં બે વાર પીવાથી પેશાબની છૂટ થશે અને પેશાબની બળતરા દૂર થાય છે

• જવ ઉકાળીને પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને પેશાબની બળતરા મટે છે

• શેરડીનો રસ પીવાથી પેશાબ છૂટથી થાય છે, બળતરા મટે છે અને પેશાબમાં લોહી પડતું હોય તો મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter