શારીરિક - માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ વખતે જાણો શીળસના ઉપચાર વિશે.
• કળથીની રાબ બનનાવીને તેમાં ગોળ નાંખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસમાં રાહત મળે છે.
• રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસમાં ફાયદો થાય છે.
• ૮ થી ૧૦ કોકમ ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાળી તેમાં સાકર અને થોડું જીરું નાંખી દિવસમાં ૨-૩ વાર પીવાથી શીળસ ઓછું થાય છે.
• ૧ ગ્રામ મરીનું ચૂર્ણ ઘીમાં મેળવી બે વાર ખાવાથી તથા શીળસ પર લેપ કરવાથી શીળસ ઘટે છે.
• ૧ ડોલ નવશેકા પાણીમાં ૧થી ૨ ચમચી ખાવાનો સોડા નાંખી તે પાણીથી સ્નાન કરવાથી શીળસમાં ઘટાડો થવાની શક્યતા વધે છે.
• થોડો અજમો અને તેટલો જ ગોળ રોજ સવારે નરણા કોઠે ગળી જવાથી શીળસમાં આરામ લાગે છે.