દાદીમાનું વૈદુંઃ સંધિવા

Monday 07th June 2021 08:12 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવી માલિસ કરવાથી જકડાયેલા સાંધા છૂટા પડે છે અને સંધિવા મટે છે.
• આદુંના રસમાં સહેજ મીઠું નાખી તેનું માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે, ડોકી રહી ગઈ હોય તો તે પણ મટે છે.
• જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલિસ કરવાથી જકડાયેલા સાંધા છૂટા પડે છે.
• લવિંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
• ધાણા ૧૦ ગ્રામ અને સૂંઠ ત્રણ ગ્રામ લઈ વાટી, તેનો ઉકાળો બનાવી, તેમાં મધ નાખી પીવાથી પડખાનો દુખાવો તથા છાતીનો દુખાવો મટે છે.
• સૂંઠ, સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારનો શૂળ મટે છે.
• જીરું, હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી શૂળ મટે છે.
• એક ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં પીવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
• દોઢ બે તોલા મેથી રોજ ફાકવાથી વા મટે છે.
• કોઈ પણ પ્રકારના શૂળ-પડખાં, છાતી, હૃદય કે માથામાં દુખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરી તેના પર માલિસ કરવાથી તરત આરામ થાય છે. આવા પ્રસંગે બે ચમચી તુલસીનો રસ પી જવો.
• કાચા બટાટાની છાલ કાઢ્યા વગર ટુકડા કરી તેનો રસ કાઢી તુરંત જ પીવાથી સંધિવામાં ઘણો ફાયદો થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter