દાદીમાનું વૈદુંઃ સ્ત્રી રોગ

Friday 19th February 2021 06:10 EST
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો.. આ સપ્તાહે જાણો સ્ત્રી રોગના નિવારણ અંગે.

• કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુખાવો થતો નથી.

• માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતાં હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.

• ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખો. સવારે પાંચ તોલા ઘી ગરમ કરીને તેમાં દૂધમાં ભીંજવેલો મેથીનો લોટ નાખીને એકરસ કરી ઉતારી લેવું. પછી તેમાં બે તોલા ગોળ નાખીને બરાબર મિક્સ કરી પ્રસૂતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છૂટે છે.

• જીરાની ફાકી મારવાથી સ્ત્રીનું ધાવણ વધે છે.

• ઘીમાં શેકેલી હિંગ ઘી સાથે ખાવાથી સુવાવડી સ્ત્રીને આવતાં ચક્કર ને શૂળ મટે છે.

• સુવાવડમાં સ્ત્રીઓએ સુવા દાણાનો ઉપયોગ છૂટથી કરવો જેથી ધાવણ સારું આવે છે,  કમર દુખતી નથી અને ખાધેલું પચે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter