શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો હરસ-મસાની તકલીફ વિશે.
• તલ વાટીને માખણ સાથે ખાવાથી હરસ-મસામાં રાહત થાય છે.
• સૂંઠનું ચૂર્ણ છાશમાં નાંખીને પીવાથી હરસ-મસાની તકલીફ ઓછી થાય છે.
• સવારે નરણે કોઠે એક મુઠ્ઠી જેટલાં કાળા તલ થોડી સાકર સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થવાની શક્યતા વધે છે.
• સૂકા હરસ થયા હોય તો છાશમાં ગોળ નાંખીને અને લોહી પડતાં મસા હોય તો છાશમાં ઈન્દ્રજવ નાંખીને પીવું જોઈએ જેથી સારું લાગે છે.
• કેરીના ગોટલાનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસમાં ફરક પડે છે. • મીઠાં લીમડાના પાનને પાણી સાથે પીસી, ગાળીને પીવાથી હરસ-મસામાં તકલીફ ઓછી પડે છે.
• ઘીમાં સૂરણ તળીને ખાવાથી મસા-હરસની તકલીફમાં ઘટાડો થાય છે.
• કળથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ-મસામાં સારું લાગે છે.
• ધાણાને રાત્રે પલાળી રાખી, સવારે ખૂબ મસળીને તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી હરસમાં પડતાં લોહીમાં સુધારો જણાય છે.
• એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી પણ સારું લાગે છે.