દાદીમાનું વૈદુંઃ હેડકી

Monday 07th December 2020 07:24 EST
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો હેડકીની તકલીફના નિવારણ અંગે.

• કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
• થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.
• દૂધમાં સૂંઠ ઉકાળીને તેનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
• મૂળાનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
• સરગવાનાં પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
• જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી હેડકી બંધ થાય છે.
• સૂંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
• ગોળના પાણીમાં સૂંઠ ઘસી થોડી થોડી વારે સૂંઘવાથી હેડકી બંધ થાય છે.
• શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
• અડદ અને હિંગનું ચૂર્ણ દેવતા પર નાખી તેનો ધૂમાડો મોં વાટે લેવાથી હેડકી બંધ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter