દિવસમાં 8થી 12 કલાકની અંદર ખાઓઃ સૂવાના 3 કલાક પહેલા પેટ ખાલી રાખો

Tuesday 13th October 2026 07:18 EDT
 
 

ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે રાત્રે ખાવાનું ક્યારે બંધ કરવું જોઈએ? એક સર્વેના તારણ અનુસાર, 60 ટકા લોકો રાત્રે 9 વાગ્યા પછી ભોજન અથવા નાસ્તો કરે છે. સ્વાસ્થ્ય માટે આ સારી બાબત નથી. સંશોધન દર્શાવે છે કે તમે શું ખાઓ છો તે ફક્ત મહત્ત્વનું નથી, તમે ક્યારે ખાઓ છો તે પણ તમારા સ્વાસ્થ્યને અસર કરે છે.

આપણું શરીર 24 કલાકના ચક્ર પર કાર્ય કરે છે. આને બોડી ક્લોક અથવા સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે. તે નક્કી કરે છે કે તમને ક્યારે ભૂખ લાગશે. પાચન કેવી રીતે થશે અને શરીર કેટલી ઉર્જા ખર્ચ કરશે. તબીબી નિષ્ણાતો કહે છે કે દિવસના 8થી 12 કલાકની અંદર ખોરાક ખાવો જોઈએ. રાત્રે ખોરાક પચાવવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો તેમના શરીરની ઘડિયાળ પ્રમાણે ખાય છે તેમનું વજન ઓછું થાય છે.

દિવસ દરમિયાન 8થી 12 કલાકનું ભોજન શિડ્યુલ બનાવો
જો તમે દિવસમાં 12 કલાકથી ઓછો ઈટિંગ વિન્ડો (ખાવાનું શિડ્યુલ) રાખો છો તો ઓવરઈટિંગથી બચી શકશો. આનાથી બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ અને બોડી ફેટમાં સુધારો થઈ શકે છે. સંશોધન કહે છે કે ભારે નાસ્તો અને હળવું રાત્રિભોજન પસંદ કરવું સંપૂર્ણ પોષણ અને સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

સાથે સાથે જ ખાવાની યોગ્ય પદ્ધતિનું પાલન કરો... રાત્રે ખાવાનું બંધ કરવાનો કોઈ નિશ્ચિત સમય નથી, પરંતુ તમે આ માટે એક નિશ્ચિત પદ્ધતિ અનુસરી શકો છો. આનાથી સુગર અને પાચન સંબંધિત સમસ્યાઓ ઓછી થશે. તમે શું કરી શકો..?
• મોટા ભાગનું ભોજન દિવસના પ્રકાશમાં ખાઓ. • સૂવાના બે-ત્રણ કલાક પહેલા ભોજન પૂરું કરો. • ઈટિંગ વિન્ડો 8-12 કલાક રાખો. આ સમયગાળામાં જ જમવાની આદત પાળો. • રાત્રે ફળો, દૂધ, મખાના જેવો હળવો અને સ્વસ્થ ખોરાક ખાઓ. તે પાચનમાં મદદરૂપ થાય છે.

જો મોડી રાત્રે ખોરાક ખાઓ છો તો શરીરને આ ચાર નુકસાનનો ખતરો
1) વજન વધવાનું જોખમ
રાત્રે મેટાબોલિઝમ ધીમો પડી જાય છે. આવી સ્થિતિમાં ખોરાક શરીરમાં ચરબીમાં રૂપાંતરિત થઈ શકે છે.
2) સુગરનું જોખમ વધશે
રાત્રે 9 વાગ્યા પછી ખાવાથી બીજા દિવસે સુગરનું સ્તર વધે છે. આનાથી લાંબા ગાળે ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે.
3) એસિડીટી અને હાર્ટબર્ન વધે છે
જમ્યા પછી તરત જ સૂવાથી એસિડ પેટમાંથી ગળા સુધી જાય છે. એસિડિટી, બળતરા થાય છે.
4) 45 ટકા લોકો રાત્રે ગળ્યું ખાય છે
સંશોધન મુજબ, 45 ટકા લોકો રાત્રે ગળ્યું ખાવાનું પસંદ કરે છે. આ દરેક રીતે હાનિકારક છે.ો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter