મિશન હેલ્થ દ્વારા લકવાની સારવારમાં લાવવામાં આવેલ અદભુત ક્રાંતિ

દુબઈમાં 1 મહિનાની સારવાર બાદ, એડવાન્સ્ડ ન્યુરો રિહેબ માટે સંજયભાઇએ મિશન હેલ્થ ખાતે સારવાર શરૂ કરી

Wednesday 07th February 2024 06:50 EST
 
 

દુબઈના (મૂળ રાજકોટ વતની) 50 વર્ષીય સંજયભાઈને ઓગષ્ટ 2023માં થયેલા GBS બાદ, તેઓનું સંપૂર્ણ શરીર લકવાગ્રસ્ત બન્યું હતું. દુબઈના 1 મહિનાની મેડિકલ તેમજ ફિઝિયોથેરાપી રિહેબ બાદ, તેઓને એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી રિહેબ માટે દુબઈથી સીધા અમદાવાદ ખાતે મિશન હેલ્થમાં લાવવામાં આવ્યા.
આ સમયે તેઓ વહીલચેરગ્રસ્ત હતા. પથારીમાં પડખું પણ ફરી શકતા નોહતા. જમવા, કપડાં પહેરવા કે અન્ય કોઈ પણ પ્રકારની દિનચર્યા માટે સંપૂર્ણપણે ડિપેન્ડેન્ટ હતા. પેશાબ પર કાબુ રહેતો નહતો. પરંતુ તેઓ તેમજ તેમના ફેમિલી મેમ્બર્સે ખુબજ આશા સાથે સંપૂર્ણ સકારાત્મક ભાવના સાથે મિશન હેલ્થ ખાતે પોતાની સારવાર શરૂ કરી.
જે પૈકી તેઓને આપવામાં આવેલ ન્યુરો રોબોટિક્સ અને એડવાન્સ્ડ ન્યુરો ફિઝિયોથેરાપીની મદદથી તેઓએ ધીરે-ધીરે માત્ર 2 મહિનાની અંદર તમામ હાથ તેમજ પગની ગુમાવેલ મુવમેન્ટ્સ પાછી મેળવી. પેશાબ પરનો કાબુ પાછો મેળવ્યો. તમામ દૈનિક ક્રિયાઓ કરતા થયા અને સ્વતંત્ર ઊભા રહેતા, ચાલતા, સીડી ચઢતા -ઊતરતા થઇ, ફરી એક્વાર નોર્મલ જીવન જીવવા સક્ષમ બન્યા!!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in - Call or Whatsapp: +91 76000 29090


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter