60 વર્ષના અનિલભાઈ બે વર્ષથી પેટની અને બીજી તકલીફથી પરેશાન હતા. ઘણા ડોકટરને બતાવ્યું પણ નિદાન ન થયું. એક દિવસ જૂના મિત્ર અશોકભાઇને મળવાનું બન્યું. વાતવાતમાં ખબર પડી કે અશોકભાઇને થોડા વર્ષ પૂર્વે આવી જ તકલીફ હતી. કારણ એ હતું કે અશોકભાઇને ચાવવા માટે દાંત ન હોવાથી તેઓ બધો ખોરાક લઈ શકતા ન હતા, અને જે ખોરાક લેતા તેને બરાબર ચાવી ન શકતા પહેલા પેટની તકલીફ થઇ અને પછી પોષક તત્વોના અભાવે ઇમ્યુનિટી ઘટતાં વારંવાર ચેપ લાગી જતો હતો. અશોકભાઇ તેમના મિત્રને ડો. વિરલ પટેલ પાસે લઇ ગયા. જેથી તે પણ મોંમાં ફિક્સ દાંત વડે ભોજન જમી શકે, અને તકલીફોમાંથી છૂટકારો મળે.
મોટી વયના લોકોમાં આ મુશ્કેલી કોમન છે. દાંતની તકલીફથી ખોરાક પૂરો ચવાતો નથી, અને પછી તે તકલીફોનું કારણ બને છે. ઘણા લોકો દુખાવો કે લાંબી સારવારના ડરથી દાંતની સારવાર ટાળે છે, પણ ખરેખર એવું નથી. જેમ કે, ડો. વિરલ પટેલ તેમના અમદાવાદ સ્થિત Advanced Multi-Speciality Dental Clinicમાં હાઇટેક સુવિધા દ્વારા ઝડપી અને પીડારહિત સારવાર માટે જાણીતા છે.
AMDC નામથી જાણીતા આ ક્લિનિકમાં અનુભવી ડોક્ટરો અને અત્યાધુનિક સાધનો વડે બીમારીનું સચોટ નિદાન કરાય છે. જડબાના X-Rayથી લઇને થ્રીડી ફેસ સ્કેન અને ઓરલ સ્કેનર થકી સર્જીકલ ગાઈડ તૈયાર કરી જડબામાં ડેન્ટલ ઈમ્પ્લાન્ટ મૂકાય છે અને દાંત ન હોય ત્યાં નવા ફિક્સ્ડ દાંત બેસાડાય છે. જાણીને નવાઇ લાગશે કે AMDC ચોકઠું પહેરતા વડીલોને ફિક્સ દાંત વડે માત્ર 24 કલાકમાં બધું ખાતા કરી દે છે.
વિદેશથી ભારત આવતા દર્દી પાસે મર્યાદિત સમય હોય છે, અને સારવારમાં ગરબડ થાય તો તરત પાછું ભારત આવી શકાતું નથી. તેથી જ તેઓ ક્વોલિટી ડેન્ટલ કેરને પ્રાધાન્ય આપે છે. AMDC પાસે પોતાની ઇન-હાઉસ CAD-CAM લેબોરેટરી છે, જેમાં નિષ્ણાતોની દેખરેખમાં દર્દીના દાંતની ડિઝાઇનથી લઈને પ્રોડક્શન સુધીની પ્રોસેસ થતી હોવાથી દર્દીને ખૂબ ઓછા સમયમાં હાઇ ક્વોલિટી દાંત આપી શકાય છે. વળી, ડેન્ટલ ટ્રીટમેન્ટ દરમિયાન દર્દીને બીજું કોઈ ઇન્ફેક્શન ન લાગે તે માટે AMDCમાં 4 સ્તરીય સ્ટરીલાઇઝેશન સિસ્ટમ અમલમાં છે. આવા અનેક કારણસર AMDC દરિયાપારના દેશોમાં વસતાં NRIમાં ખૂબ જ લોકપ્રિય છે.
દાંતના મોટાભાગના દર્દીઓ દુખાવો થવાના ભયથી સારવાર ટાળે છે. પરંતુ AMDC પાસે એડવાન્સ્ડ પેઇનલેસ એનેસ્થેસિયા સિસ્ટમ છે, જે દાંતની સર્જરી કે અન્ય સારવાર દરમ્યાન દુખાવાનો લેશમાત્ર અહેસાસ થવા દેતી નથી. આથી જ 4 વર્ષના બાળકથી લઈને 84 વર્ષના વડીલ સુધી સહુ કોઇની સારવાર સુખરૂપ થઈ શકે છે. અને જો વિદેશથી આવતા દર્દીને અમદાવાદમાં રહેવાની સગવડ ન હોય, તો AMDCનું ટ્રાવેલ ડેસ્ક તેમને સારવાર દરમિયાન ટુંકા રોકાણ માટે મદદરૂપ પણ બને છે.
Advanced Multi-Speciality Dental Clinic (AMDC)ના સ્થાપક ડો. વિરલ પટેલ અને
ડો. ટ્વિંકલ પટેલ છેલ્લા 19 વર્ષમાં 23 હજારથી વધુ દર્દીઓના દાંતની સફળ સારવાર કરી ચૂક્યા છે. આ ડોક્ટર દંપતી ઉત્કૃષ્ટ તબીબી સજ્જતા - શ્રેષ્ઠ સાધનસુવિધા અને સરળ સ્વભાવના લીધે દાંતની સારવાર માટે લોકોના માનીતા છે.


