પરસેવાને મોનિટર કરી ડાયાબિટીસનું નિદાન

Saturday 14th October 2023 10:27 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાના પેન્સિલ્વેનિયામાં પેન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ એક વિયરેબલ પેચ તૈયાર કર્યું છે. આ પેચ માનવ શરીરના સ્વાસ્થ્ય પર સતત નજર રાખે છે. આ પેચ એ રીતે તૈયાર કરાયો છે કે તે માણસના પરસેવાને આધારે શરીરની અંદરની બીમારી વિશે જણાવશે.
આ પેચ વિકસાવનાર નિષ્ણાતો કહે છે કે આ વિયરેબલ પેચ ગ્લુકોઝ, તેની પીએચ વેલ્યુ અને પરસેવાના ઉષ્ણતામાન પર નજર રાખે છે. જેનાથી માનવશરીરમાં થતાં રોગો જેવા કે ડાયાબિટીસ વગેરેનું નિદાન થઇ શકે છે.
સંશોધકોએ આ પેચ જેવાં સેન્સર બનાવવા માટે લેસર પ્રેરિત ગ્રાફિનનો ઉપયોગ કર્યો છે. આ સામગ્રી પરસેવાની સપાટી પર હાજર ગ્લુકોઝના ઓક્સિડેશન પર સતત નજર રાખશે. આ પેચ ડાયાબિટીસ તેમજ હાઈડ્રેશન, તણાવ અને શરીરના પોષણને લગતી માહિતી આપી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter