લંડનઃ મહિલાઓને આકર્ષવા અવનવા કરતબ કરીને તથા સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરનારા લોકો માટે ચેતવણીરૂપ સમાચાર છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વધુ સમાગમ કરતા લોકો માટે પોતાની સુંદરતા મહત્ત્વપૂર્ણ ચાવી છે અને પરોપકારી લોકો સૌથી વધુ સહશયન માણી શકે છે. સુંદર આંખો ધરાવતા પુરુષો વધુ આકર્ષણ ધરાવતા હોવાનું તારણ અપાયું છે.
બ્રિટિશ જર્નલ ઓફ સાયકોલોજીમાં પ્રકાશિત અભ્યાસના મુખ્ય રિસર્ચરોએ બેડરૂમમાં લોકો કેટલા વધુ સફળ થાય છે તે અંગેનો અભ્યાસ કર્યો હતો. ૧૯૨ મહિલાઓ અને ૧૦૫ પુરુષોને સાંકળીને પરોપકારને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરાયો હતો, જેમાં સારી બાબતો અને અન્યોને મદદ કરવામાં બ્લડ ડોનેશનનો પણ સમાવેશ થાય છે. જ્યારે તેમની સેક્સ લાઇફ વિશે પૂછવામાં આવ્યું ત્યારે
જાણવા મળ્યું કે, તેઓ અન્યો કરતા વધુ સહવાસ માણી શકે છે.
આ પ્રકારના કિસ્સામાં પુરુષોની વાત કરવામાં આવે તો જો તે સુંદર દેખાતો હોય તો વધુ પાર્ટનર પણ બનાવી શકે છે. પશ્ચિમી દેશોને સાંકળી કરાયેલા અભ્યાસમાં પરોપકારને ધ્યાને લેવાયો હતો. મુખ્ય અભ્યાસકાર યુનિવર્સિટી ઓફ ગુએલ્ફના પ્રોફેસર પેટ બાર્કલેએ જણાવ્યું કે, જે લોકો વધુ પરોપકારી છે તેઓ સ્વાર્થીઓ કરતા વધુ સહશયનની મજા માણે છે.