પ્રાણી-માનવીના DNA ક્યાં સુધી જાળવી શકાય?

Friday 12th June 2026 08:05 EDT
 
 

આપણી સૃષ્ટિમાં સજીવોના જીવનની આનુવાંશિક બ્લુપ્રિન્ટ એટલે DNA કહેવાય છે. લુપ્ત પ્રાણીઓ વિશે માહિતી મેળવવા વિજ્ઞાની 1984થી પ્રાચીન DNA ચકાસણી કરતા આવ્યા છે. પછીના વર્ષોમાં ટેકનોલોજીમાં પ્રગતિ સાથે વિજ્ઞાનીઓ પ્રાણીઓ અને વનસ્પતિના પ્રાચીન DNAના સિકવન્સીસ ગોઠવવામાં સફળ રહ્યા છે. વર્તમાન રેકોર્ડ ગ્રીનલેન્ડ ઈકોસિસ્ટમમાં 2.4 મિલિયન વર્ષ જૂના ફોસિલ્સમાંથી મેળવાયેલા DNAનો છે. હવે પ્રશ્ન એ છે કે આટલા વર્ષો પહેલાના DNA પણ જળવાયેલાં હોઈ શકે? કારણકે તેની જાળવણી અનેક પર્યાવરણીય પરિબળો પર રહેલી છે. યુનિવર્સિટી ઓફ કેન્સાસના બાયોલોજિકલ એન્થ્રોપોલોજિસ્ટ જેનિફર રાફના જણાવ્યા અનુસાર પ્રાચીન DNAની જાળવણી માટે ઠંડી, અંધકાર, સૂકી અને તાજેતરની હોય તેવી સ્થિતિ શ્રેષ્ઠ હોય છે. આવા સ્થળોએ જ શ્રેષ્ઠ DNA મળી શકે છે. આથી જ ગ્રીનલેન્ડ ઈકોસિસ્ટમમાં 2.4 મિલિયન વર્ષ જૂના તેમજ સાઈબીરીઆ ખાતેથી 1.2 મિલિયન વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા મહાકાય હાથીઓના DNA મળી શક્યા હતા. આવી જ પરિસ્થિતિ હોય ત્યાં 6.8 મિલિયન વર્ષ પહેલાના DNA પણ મળવાની શક્યતા રહે છે. માનવજાતની વાત કરીએ તો જર્મનીની ક્લેઈન ફ્લેડહોફર ગુફાઓમાંથી 1856માં હોમો સેપિયન્સના પિતરાઈ નીએનડર્થલ્સના 40,000 વર્ષ જૂના DNA શોધાયા હતા અને 1997માં વિજ્ઞાનીઓ દ્વારા મેળવાયા હતા. સંશોધકોએ 400,000 વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા માનવ પિતરાઈની જાંઘના હાડકામાંથી મળેલા DNAની સિકવન્સ 2022માં ગોઠવી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter