ફિક્કો ચહેરો અને આંખો નીચે કાળા કુંડાળા માત્ર થાક નહીં, આયર્નની ઊણપના પણ સંકેત

(હેલ્થ ટિપ્સ)

Saturday 31st October 2026 11:15 EDT
 
 

જો સવારે ઉઠતાંની સાથે જ તમારો ચહેરો કરમાયેલો, પીળો જોવા મળતો હોય, આંખ નીચે ડાર્ક સર્કલ્સ દેખાતા હોય તો તેને માત્ર ઊંઘની કમી કે થાક માનવાની ભૂલ ના કરશો. આ આયર્નની ઉણપના સંકેત હોઈ શકે છે. આયર્નની ઊણપના અન્ય લક્ષણો જોઇએ તો થાક-સુસ્તી, વાળ ખરવા, માથાનો દુખાવો, શ્વાસ ફૂલવો, ચક્કર આવવા, જીભમાં સોજો, બરફ, માટી અને કાચા ચોખા ખાવાનું મન થવું અને નબળા નખ વગેરેનો સમાવેશ થાય છે. આયર્નની તપાસ માટે સીરમ ફેરિટિન ટેસ્ટ ઉપયોગી છે, માત્ર હિમોગ્લોબિનની તપાસથી આયર્નની ઊણપની ખબર પડતી નથી.
આયર્નની ઊણપનું કારણ
ભોજનમાં આયર્ન હોવાની સાથે-સાથે તેનું શરીરમાં શોષણ થવું જરૂરી છે. સીલિઆક રોગ, આંતરડામાં સોજો, એચ. પાઈલોરી ઈન્ફેક્શન, પેટની સર્જરી, લાંબા સમય સુધી સોજો અને એસિડિટીની કેટલીક દવાઓ આયર્નનું શોષણ ઘટાડી શકે છે.
ડાયેટમાં વિટામિન-સી ઉમેરો
રોજિંદા ભોજનમાં વિટામિન-સી ઉમેરો. દાળ, બીન્સ અને લીલા શાકભાજીની સાથે વિટામિન-સીવાળી વસ્તુઓ જેમ કે ટામેટા, શિમલા મરચાં, લીંબુ કે ખાટાં ફળો લેવાથી આયર્નનું શોષણ વધુ સારી રીતે થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter