સામાન્ય રીતે લોકો એવું માને છે કે જ્યારે બાળક બોલવા કે વાંચતા શીખી જાય, ત્યાર પછી જ તેને પુસ્તકો વાંચીને સંભળાવવા જોઈએ, પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે નવજાત બાળકને પણ પુસ્તક વાંચીને સંભળાવવાથી તેને શબ્દોનો અર્થ ભલે સમજાતો ન હોય, છતાં આ આદત તેના મગજના વિકાસ માટે ‘સુપરફૂડ’ જેવું કામ કરે છે.
આ આદતના 3 મોટા ફાયદા
1) ભાષા અને શબ્દોની સમજઃ બાળકોને પુસ્તક વાંચીને સંભળાવવાથી તેઓ નાની ઉમરે નવા-નવા શબ્દો સાંભળે છે, જે તેમના મગજમાં સંગ્રહિત થઈ જાય છે. બાદમાં બાળકો ખૂબ જ ઝડપથી બોલતા શીખે છે.
2) બાળક ક્રિએટિવ બને છેઃ જો માતાપિતા બાળકોને નિયમિત રીતે વાંચીને સંભળાવે, તો બાળકોના મગજનો વિકાસ વધુ ઝડપી થાય છે.
3) માતાપિતા સાથે મજબૂત સંબંધ: જ્યારે તમે બાળકને નજીક બેસાડીને પ્રેમથી પુસ્તક વાંચીને સંભળાવો છો, ત્યારે તે બાળકને સુરક્ષિત હોવાની લાગણી આપે છે.


